અમદાવાદઃ આજના સમયમાં અંગ્રેજી ભાષાનું વલણ ખૂબ જ પ્રમાણમાં મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. ક્યાંકને ક્યાંક માતૃભાષા લુપ્ત થતી હોય તેવું લાગી રહ્યું છે. આ સમયે બાળકોમાં માતૃભાષાની જાણકારી મળે તેમ જ યુવા સાહિત્યકાર અને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે ઝેડ કેડ ફાઉન્ડેશન દ્વારા સંત સાંનિધ્ય સાહિત્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નામાંકિત સાહિત્યકારો હાજર રહેશે.
આ પણ વાંચોઃ Mother Language Day: કેટલીક શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવાના ઠેકાણા નથી ને સરકાર ઉજવશે વિશ્વ માતૃભાષા દિવસ
બાળકોમાં માતૃભાષા સમજ કેળવવાનો હેતુઃ ઝેડ કેડ ફાઉન્ડેશનના ટ્રસ્ટી મનીષ પટેલ જણાવ્યું હતું કે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા અને SGVPના અધ્યક્ષ માધવપ્રિયદાસજીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બાળકોને કેન્દ્રિત કરીને બાળકોને લગતા પુસ્તકો અને બાળકોને માતૃભાષાની સમજ કેળવાય તેવા પુસ્તકો લખવામાં આવ્યા છે. બાળકોમાં માત્ર માતૃભાષાની સમજ આવે તે હેતુથી ખાસ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ એ છે કે, જે નવા યુવા સાહિત્યકારો છે. જે લખી રહ્યા છે. તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવામાં આવે. એટલે ગુજરાતી ભાષામાં સારૂં સાહિત્ય પણ મળતું રહે તે મુખ્ય ઉદ્દેશથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
નારી ચેતનાને ઉજાગર કરતા પુસ્તકો વિમોચનઃ 19 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યાથી શરૂ થતાં આ કાર્યક્રમ બાળસાહિત્ય, નારી ચેતનાને ઉજાગર કરતા પુસ્તકો અને મહિલા વક્તાઓ દ્વારા ચર્ચા તથા માતૃભાષાનું મહિમાગાન અંતર્ગત ભરત જોશી અને પદ્મશ્રી પ્રવીણ દરજી દ્વારા પુસ્તકોના વિમોચન અને માતૃભાષા વિષય પર વાત કરવામાં આવશે. તો ઝેડ કેડ પબ્લિકેશન દ્વારા 51થી વધુ પુસ્તકોનું એક જ મંચ પર વિમોચન કરવામાં આવશે. આમાં SGVP સંસ્થાના અધ્યક્ષ માધવપ્રિયદાસજી, ભાણદેવજી, ગુજરાત સાહિત્ય અકાદમીના અઘ્યક્ષ ભાગ્યેશ જ્હા જેવા અલગ અલગ સાહિત્યકારો આ પુસ્તક વિમોચનના ઉપસ્થિત રહેશે.
સાહિત્યકારને અલગ અલગ સન્માનઃ ઝેડ કેડ ફાઉન્ડેશન દ્વારા "ઈચ્છાબા શિક્ષણરત્ન મુરબ્બી જશીબેન નાયક કે, જેઓ 104 વર્ષની ઉંમરે શિક્ષણ સેવા યજ્ઞ જેવા કાર્યો કરે છે. તેમને આપવામાં આવશે સાથે જ "ઇચ્છાબા સાહિત્યરત્ન" તરીકે જાણીતા લોકગાયક અને કવિ લોકસાહિત્યકાર અરવિંદ બારોટને લોકસાહિત્યમાં પાયાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવશે. સાથે જ "ઈચ્છાબા યુવા ગૌરવ" તરીકે કિશન કલ્યાણીને આપવામાં આવે છે, જેમણે ઑનલાઈન, ઑનલાઈન 500થી વધુ લોકોના ઈન્ટરવ્યૂ કર્યા છે. આ કાર્યક્રમ તમામ લોકોને નિઃશુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અહીં પ્રવેશ લેવા રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ માટે વેબસાઈટ www.zcadgroup.co.in પર રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે.
આ પણ વાંચોઃ ગુજરાતી સાહિત્ય ફોરમ : ટેકનોલોજીને સહારે માતૃભાષા માટે ઝઝૂમવાનો પ્રયાસ
મધ્યકાલીન અને અર્વાચીનકાલીન સાહિત્યના લેખકો રહેશે હાજરઃ સંત સાંનિધ્ય સાહિત્યોત્સવ માતૃભાષાનું પર્વ કાર્યક્રમમાં લોકસાહિત્ય મધ્યકાલીન અને અર્વાચીનકાલીન તેના સાહિત્યકારો ઉપસ્થિત રહેશે, જેમાં ભરત પંડ્યા, કમલેશ ગાયકવાડ, નિલેશ મકવાણા, દલપત ચાવડા, રાજેશ મકવાણા, પ્રશાંત પટેલ, કૌશિક પંડ્યા, સેજલ શાહ, અજય રાવલ, બાબુ સુથાર, અનિરુદ્ધસિંહ ગોહિલ, પ્રેમજી પટેલ, ધ્વની પારેખ, રમેશ મહેતા, વર્ષા પ્રજાપતિ, મનાલી જોશી, દર્શના ઓઝા, પીયૂષ ચાવડા સહિતના અનેક સાહિત્યકારો ઉપસ્થિત રહેશે.