ETV Bharat / state

મોરૈયા મટોળા પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું, રેલવે ટ્રેકના એંકર ઉખાડી ફેંકી દીધા - Moraiya Matoda Railway Anchor

સાબરમતી બોટાદ રેલવે લાઈન (Sabarmati Botad Railway Track Anchor) ટ્રેકના એંકર ઉખાડી ફેંકી દીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. રેલવે દુર્ઘટના કરવાના ઇરાદાથી ટ્રેકને (Moraiya Matola Railway Track) ફેંકી દેતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મોરૈયા મટોળા પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું, રેલવે ટ્રેકના એંકર ઉખાડી ફેંકી દીધા

author img

By

Published : Feb 23, 2022, 8:47 AM IST

અમદાવાદ : સાબરમતી બોટાદ રેલવે લાઈનના મોરૈયા મટોડા ગામ પાસેના ટ્રેકના (Sabarmati Botad Railway Track Anchor) એંકર ઉખાડી ફેંકી દીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. કોઈ અજાણ્યા વ્યક્તિઓએ રેલવે દુર્ઘટના કરવાના ઇરાદાથી એંકર કાઢી ટ્રેકની (Moraiya Matola Railway Track) આસપાસની જગ્યામાં ફેંકી દેતા પોલીસે તપાસ શરૂ કરી છે. રેલવે દુર્ઘટના કરવાના ઇરાદાથી મોરૈયા મટોડા ગામ પાસેના ટ્રેકના એંકર ઉખાડી ફેંકી દીધા હતા.

286 એન્કર ફેંકી દીધા

મોરૈયા મટોળા પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું

21 મી ફેબ્રુઆરીના રોજ મોરૈયા મટોડા રેલ્વે સ્ટેશન વચ્ચે રેલવેના કર્મચારીઓ ટ્રેક ઉપર ERC, પાટાના જોઈન્ટ વેલ્ડીંગ, પોઇન્ટના બોલ્ડ, રેલ ફ્રેકચર, સલેપાટ વગેરે ચેક કરવાની કામગીરી (Operation of Moraiya Matoda Railway) કરતા હતા. ત્યારે મોરયા અને મટોડા રેલવે સ્ટેશન વચ્ચે પાટા પર સલેપાટ ઉપર 134 સ્લીપર પર પાટાની આજુબાજુ લગાવેલા 286 એંકર નીકળેલા હતા. જે અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓને કરતા તે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ બાબતની જાણ પોલીસને કરી હતી.

ધોળકા માલગાડી અટકાવી દેવામાં આવી

પોલીસ તેમજ RPF નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આસપાસની ઝાડી ઝાંખરામાં તપાસ કરતા આ એંકર (Moraiya Matoda Railway Anchor) મળી આવ્યા હતા. જોકે મહત્વની બાબત તો એ છે કે આ સમયે ધોળકા તરફથી એક માલગાડી પણ આવી રહી હતી. પરંતુ સમયસૂચકતા વાપરીને ટ્રેન મટોડા સ્ટેશન પર જ અટકાવી દેવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોરીના ઈરાદે આ એન્કર કાઢી નાખવામાં આવ્યા હોઈ શકે છે. પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર તપાસ રેલવે SOGને સોંપવામાં આવી છે.

આ પણ વાંચોઃ બિહારના મધુબની રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહીં

પોલીસે ફરિયાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

બીજી તરફ સાબરમતી થી બોટાદ રેલવે લાઈન પર હાલ મેન્ટેનન્સ કામ પણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. જેથી આ ટ્રેક પર મોટાભાગની ટ્રેનો હાલ બંધ છે, પરંતુ ક્યારેક-ક્યારેક ટ્રાયલ બેઝ માટે અહીં ટ્રેન દોડાવવામાં આવે છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: બિહાર સંપર્ક ક્રાંતિ સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, આગ પર કાબૂ મેળવાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.