ETV Bharat / state

RTE Admission in Ahmedabad : ખોટા પ્રમાણપત્રોના આધારે આરટીઇ હેઠળ શાળા પ્રવેશ કરાવવાનો એપીએસનો આક્ષેપ - RTE

આરટીઇ હેઠળ માલેતુજાર વર્ગ દ્વારા બાળકોના એડમિશનનો મુદ્દો આજે ફરીવાર ગાજ્યો છે. એપીએસ - અમદાવાદ પબ્લિક સ્કૂલમાં આર્થિક સારી સ્થિતિ ધરાવતાં વાલીઓએ ખોટા પ્રમાણપત્રો રજૂ કરી બાળકોને આરટીઇ હેઠળ શાળા પ્રવેશ અપાવવાના મામલે 10 વાલીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

RTE Admission in Ahmedabad : ખોટા પ્રમાણપત્રોના આધારે આરટીઇ હેઠળ શાળા પ્રવેશ કરાવવાનો એપીએસનો આક્ષેપ

author img

By

Published : Jul 13, 2023, 6:54 PM IST

Updated : Jul 13, 2023, 7:33 PM IST

10 વાલીઓ સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદ : ભારતના બંધારણની કલમ 21A હેઠળ ભારતમાં એપ્રિલ 2010 ના રોજથી આરટીઇ - રાઇટ ટુ એજ્યુકેશન કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. પરંતુ ગરીબ બાળકોના ભવિષ્ય માટે ઘડાયેલા આ કાયદાનો અમુક લોકો ખુલ્લેઆમ ભંગ કરી આર્થિક રીતે પરિસ્થિતિ સારી હોવા છતાં ખોટા પ્રમાણપત્રોની આધારે પોતાના બાળકોનું એડમિશન કરાવી ગરીબોનો હક છીનવી રહ્યા છે અને સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાની વિગતો અમદાવાદ પબ્લિક સ્કૂલમાં આરટીઇ પ્રવેશ હોબાળાને લઇને પ્રકાશમાં આવી છે.

ખોટા દસ્તાવેજો રજૂ થયાં :આ સનસનાટી ભરી વિગતો અંગે વાત કરવામાં આવે તો અમદાવાદના ભાટ ગામમાં આવેલી અમદાવાદ પબ્લિક સ્કૂલ- એપીએસ સ્કૂલમાં વાલીઓ અને શાળા સંચાલકો એડમિશન બાબતે આમને સામને આવી ગયા છે.. આરટીઇના પ્રવેશ કરેલા વિદ્યાર્થીઓ ઉપર સ્કૂલ દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાનો વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ સંચાલકો દ્વારા અમુક વાલીઓએ આરટીઈ એક્ટ હેઠળ ખોટા દસ્તાવેજો રજૂ કરીને ગેરકાયદે રીતે બાળકોનું એડમિશન કરાવી સરકારનાં નિયમોનો ભંગ કર્યો હોવાના આક્ષેપો સાથે અડાલજ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.

અમદાવાદ પબ્લિક સ્કૂલ દ્વારા જે અરજી કરવામાં આવી હતી. તે અરજી અનુસંધાનમાં આરટીઇના એડમિશન બાબતે તપાસ ચાલુ છે. આગળ તપાસમાં કોઇપણ વિગતો આવશે તો જણાવવામાં આવશે...એસ. આર. મુચ્છડ (PI, અડાલજ પોલીસ સ્ટેશન)

સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સ્વબચાવ :જોકે આ ઘટનામાં અગાઉ થોડા દિવસ પહેલા આરટીઇમાં પ્રવેશ કરાવેલા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા સ્કૂલ પર હુમલો પણ કરવામાં આવ્યો હોવાનું સંચાલકો જણાવ્યું હતું. જે સંદર્ભે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સ્વબચાવ માટે આજે એપીએસ સ્કૂલના કેમ્પસમાં બોલાવીને મીડિયાને માહિતગાર કર્યા હતાં.

એપીએસ સ્કૂલમાં આરટીઇના પ્રવેશના કુલ 20માંથી 10 વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ડોક્યુમેન્ટ સબમિટ કરીને વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવામાં આવ્યો છે. જેમાં ડોક્યુમેન્ટ તપાસ કરતા ખોટા જણાઈ આવતા આરટીઇ એક્ટ હેઠળ જે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે તેવા વિદ્યાર્થીઓના વાલીઓ ઉપર સ્કૂલ પ્રશાસન અને પ્રિન્સિપલ દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદરૂપે અરજી પણ આપવામાં આવી છે....રોનક ઝવેરી (એપીએસ સ્કૂલના આચાર્યાં)

ફ્રોડ ડોક્યુમેન્ટની ઓનલાઇન તપાસ : આ સંદર્ભે જ્યારે એપીએસ સ્કૂલના આચાર્યાં રોનક ઝવેરીને પૂછવામાં આવ્યું કે જ્યારે આરટીઇ પ્રવેશ ઓનલાઇન થાય છે ત્યારે ડીઓમાં જે સ્કૂલનું સિલેક્શન કરાવવામાં આવે છે તે પછી તમામ ડોક્યુમેન્ટ બાબતે એપીએસ સ્કૂલે તપાસ કરી હતી કે કેમ ? આ પ્રશ્નના જવાબમાં તેમને તપાસ કરી હોવાનું જણાવ્યું હતું. પરંતુ જો તપાસ કરી હોય તો ફ્રોડ ડોક્યુમેન્ટ આરટીઇ હેઠળ એડમિશન કરાયેલા વિદ્યાર્થીઓના વાલીઓના છે તે કેવી રીતે સાબિત કરી શકાય એ મોટો પ્રશ્ન સ્કૂલ પ્રશાસન સામે ઊભો થયો છે.

સ્કૂલ તકફથી રજૂઆત કેટલાક વાલીઓએ તેમના બાળકોના આરટીઈમાં ગેરકાયદે લીધેલા એડમિશન બાબતે વર્ષ 2023-24 માં ભાટ ખાતે આવેલી અમદાવાદ પબ્લિક સ્કૂલ ઇન્ટરનેશનલ દ્વારા તમામ ફાળવેલા વિદ્યાર્થીઓને RTE હેઠળ એડમિશન આપવામાં આવ્યું છે. પરંતુ સ્કુલ દ્વારા વાલીઓના ડોક્યુમન્ટ્સ ચેક કરતા કેટલાક વિદ્યાર્થીઓના વાલીના આવકવેરા રિટર્ન ફાઈલ અને સિબિલ રિપોર્ટ મુજબ RTE પ્રવેશ 2023-24 ની પાત્રતા નથી. વાલીઓએ એડમિશન ફોર્મમાં ઓછી આવક બતાવેલ છે અને આવકનું ખોટું પ્રમાણપત્ર કઢાવેલ છે અને આવકવેરાની પાત્ર આવક ન થતી હોવાનું સેલ્ફ ડીક્લેરેશન પણ આપેલ છે. આમ આ રીતે વાલીઓએ શૈક્ષણિક લાભ લેવા માટે ખોટા પુરાવા ઉભા કરીને શાળા સાથે ગુનાહિત વિશ્વાસઘાત તથા છેતરપિંડી આચરેલી હોવાનું સ્કૂલનું જણાવવું છે..

શિક્ષણના હકનો કાયદો આરટીઇ : ભારતમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ અથવા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ, 4 ઓગસ્ટ 2009ના રોજ ઘડવામાં આવેલ ભારતની સંસદનો એક કાયદો છે. આ કાયદાને 6 થી 20 વર્ષની વચ્ચેના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણના હક માટે અમલમાં મુકવામાં આવ્યો છે. તે માટે તમામ ખાનગી શાળાઓએ 25 ટકા બેઠકો નબળાં આર્થિક વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઇ છે. બાળકોને આર્થિક સ્થિતિ અથવા જાતિ આધારિત અનામતના આધારે ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે.

  1. RTE Admission: RTE હેઠળ કુલ 1291 જેટલા ખોટા પ્રવેશ રદ્દ, બીજા રાઉન્ડમાં વધુ 4966 બાળકોને પ્રવેશ - ઋષિકેશ પટેલ
  2. RTE Admission scam: રાજ્યમાં RTE હેઠળ 621 એડમીશન રદ, ખોટા દસ્તાવેજ અને નામથી લીધા હતા એડમીશન
  3. RTE Admission: રાજકોટમાં એડમિશન ગેરરીતિ મામલો, 400 વિદ્યાર્થીઓના RTE પ્રવેશ રદ

Last Updated : Jul 13, 2023, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.