શહેરના આશ્રમ રોડ પરના આનંદ મેળામાં મોટી દુર્ઘટના ટળી હતી. આનંદ મેળામાં રાઈડ્સની મજા માણવા આવેલા લોકો પૈકી એક રાઈડ્સમાં આશરે 28 જેટલા લોકો રાઈડ્સ બંધ થઈ જતા ફસાયા હતા. અંદાજિત 45 મિનિટ જેટલો સમય લોકો 20 મિટર કરતા પણ ઉંચી જગ્યા પર ફસાયેલા રહ્યા હતા.
બનાવની ફાયર વિભાગને જાણ થતા ફાયરની રેસ્ક્યુ ટિમ અને પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને હાઇડ્રોલિક સીડી વડે લોકોના જીવ બચાવી લેવાયા હતા. નીચે આવતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમગ્ર મામલે મેળાના આયોજક સામે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું.