ETV Bharat / state

કોરોના કહેર વચ્ચે રબારી સમાજે કર્યું માનવતાનું કાર્ય

author img

By

Published : Mar 30, 2020, 6:57 PM IST

કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા જનતા કરફ્યૂ અને ત્યારબાદ 21 દિવસ માટે લોકડાઉન એટલે કે સ્વયંભૂ બંધને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. કોરોનાના કહેરને રોકવા માટે જનતા પણ ખૂબ જ મક્કમતથી સરકારની સાથે જોડાય છે. રસ્તાઓ તેમજ બજારો પણ બિલકુલ બંધ છે.

ahmedabad
ahmedabad

અમદાવાદ: સાબરમતી નદીના કિનારે આવેલા લીમ્બચ માતાના મંદિરે રબારી સમાજ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટ વિતરણ માટે આજુબાજુના શ્રમજીવીઓ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમા રહેતા તેમજ આજુબાજુમાં આવેલા બિલ્ડિંગોમાં મજૂરી કામ કરતા મજૂરો સામેલ હતા.

કોરોના કહેર વચ્ચે રબારી સમાજે કર્યું માનવતાનું કાર્ય

સમગ્ર ગુજરાતના એકવીસ દિવસ સુધી લોકડાઉનના પગલે નાનામાં નાના વ્યક્તિ સુધી તેમજ ગરીબ વર્ગને પાયાની જરૂરિયાત એટલે કે જમવામાં કોઈ તકલીફ ન પડે અને કોઈ ભૂખ્યો ન રહી જાય તેવી સ્વૈચ્છિક જવાબદારી સમજીને સમગ્ર રબારી સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં આ ફૂડ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

લીમ્બચ માતાના મંદિરમાંથી કરવામાં આવેલા આ કિટ વિતરણમાં મામલતદાર સુનિલ રાવલ તેમજ મહામંત્રી જિલ્લા પંચાયતના આઇ.બી. વાઘેલા અને લીંબચ માતા ટ્રસ્ટના સહદેવભાઈ દેસાઈ તેમજ લીલાભાઈ દેસાઈ, બેચરજી ઠાકોર, શોભનાબેન વાઘેલા, સનાભાઇ ચૌધરી તેમજ સરપંચ યોગેશભાઈ નાયી અને યુવાનો ખૂબ જ મોટા પ્રમાણમાં જોડાયા હતા. આ કિટ વિતરણમાં સ્વૈચ્છિક યોગદાન પણ આપવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.