અમદાવાદ : જિલ્લાના બાવળામાં NRC અને CAAનો વિરોધ કરતાં કેટલાક યુવકોએ ટાયરો સળગાવ્યા હતા. બાવળા બગોદરા હાઈવે પર યુવકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને કારણે નેશનલ હાઈવે પર ચક્કાજામ થઈ ગયો હતો. ચક્કાજામને કારણે તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જેમાં હાઈવેને ફરીથી ખુલ્લો કર્યો હતો. બાવળાના કેરાળા નજીક ટાયર સળગાવવામાં આવ્યા હતા. તો બંધના એલાનને લઇ ધોળકા કલીકુંડ વિસ્તારમાં બામસેફના 21 કાર્યકરોની ધોળકા ટાઉન પોલીસે અટકાયત કરી હતી.
તેમજ દલિત સંગઠનો દ્વારા આપવામાં આવેલ બંધના એલાનને લઘુમતી સંગઠનો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું. પાટણમાં રાધનપુરમાં લઘુમતી સમાજના લોકોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. તેમજ દુકાનો બહાર CAAના વિરોધમાં પોસ્ટરો લગાવ્યા હતા. ભાવનગનરમાં બંધને સફળ બનાવવા જબરદસ્તી દુકાનો બંધ કરાવતાં બહુજન મોરચાનાં કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.