ETV Bharat / state

Ranchodbhai Pagi : યુદ્ધમાં ગુમનામ નાયકોમાંના એક, પગના નિશાનને ઓળખી શકતા પગીની વીરતાની પ્રશંસા કરી PM મોદીએ

વડાપ્રધાન મોદીએ પગના નિશાનને ઓળખી શકતા રણછોડભાઈ પગીની શૌર્ય ગાથાની પ્રશંસા કરી છે. 1965 અને 1971ના યુદ્ધ રણછોડભાઇ પગીની વીરતાને બિરદાવી છે. PM મોદીએ આ શૌર્યનું ઉચિત સન્માનને લઈને વાત કરી છે. તેમજ પગીનાની આ ગાથા બાળકો સુધી જાણકારી પહોંચશે તેવી વાત પણ મળી છે.

author img

By

Published : Jun 28, 2023, 9:22 PM IST

Ranchodbhai Pagi : યુદ્ધમાં ગુમનામ નાયકોમાંના એક, પગના નિશાનને ઓળખી શકતા પગીની વીરતાની પ્રશંસા કરી PM મોદીએ
Ranchodbhai Pagi : યુદ્ધમાં ગુમનામ નાયકોમાંના એક, પગના નિશાનને ઓળખી શકતા પગીની વીરતાની પ્રશંસા કરી PM મોદીએ

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1965 અને 1971ના યુદ્ધ દરમિયાન કચ્છના રણમાં ભારતીય સેના સેના માટે ગાઈડની ભૂમિકા ભજવનાર જાંબાઝ રણછોડભાઇ પગીની વીરતાને બિરદાવી છે. વડવાળા મંદિર દૂધરેજ ધામના મહંત કનીરામદાસજી મહારાજે લખેલા પત્રનો જવાબ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સાધારણ સંજોગોમાંથી આવતા અસાધારણ નાયકોના શૌર્યનું ઉચિત સન્માન થાય તે તેમની સરકારની પ્રાથમિકતા રહી છે. એમણે ઉમેર્યું કે, એ જરૂરી છે કે આવા લોકોની જીવન ગાથા પ્રજા સામે આવે જેથી આવનારી પેઢી એમની વીરતા, એમના સાહસ અને પરાક્રમમાંથી પ્રેરણા લઇ શકે. એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આઝાદીના અમૃત કાલખંડમાં પોતાના વારસા, આપણા નાયકો માટે ગૌરવ અનુભવી દેશ નિરંતર આગળ વધી રહ્યો છે.

પગના નિશાન જોઈને માણસનું કદ કહી દે : રણછોડભાઈ પગી 1965 અને 1971ના યુદ્ધના એ ગુમનામ નાયકોમાંના એક છે. જેની આજની પેઢીને જાણકારી નથી. એમની પાસે એક ખાસ હુન્નર હતું. જેના કારણે એમણે બંને યુધ્ધોમાં અગત્યની ભૂમિકા ભજવી. રણછોડભાઈ પગી કચ્છના રણમાં ઊંટના પગના નિશાન જોઈને જણાવી દેતા કે ઊંટ પર કેટલા લોકો સવાર છે, એટલું જ નહીં માણસના પગના નિશાન જોઈ એમના કદ કાઠી વિષે પણ તેઓ જાણકારી આપી શકતા હતા. એમની આ વિલક્ષણ પ્રતિભાને કારણે એમણે ભારતીય સેના માટે આ યુદ્ધોમાં ગાઈડની ભૂમિકા નિભાવી અને દુશ્મનોની હિલચાલની જાણકારી આપતા રહેતા.

બાળકો માટે પગીની ગાથા જરૂરી : આવા નાયકોની પ્રેરક ગાથાઓ સમાજ સમક્ષ ઉજાગર કરવાના ભાગરૂપે ગુજરાતના શાળા પાઠ્યપુસ્તકમાં રણછોડભાઈ પગીની જીવનગાથાને સમાવવામાં આવી છે. સરકારની આ પહેલને બિરદાવતાં વડવાળા મંદિર દુધરેજ ધામના મહંત કનીરામદાસજી મહારાજે તાજેતરમાં પત્ર લખ્યો હતો. એમણે કહ્યું કે રણછોડભાઈ પગીના પ્રેરક જીવનને પાઠ્યપુસ્તકમાં સામેલ કરવાથી ભાવી પેઢી સુધી તેમની શૌર્યગાથાની જાણકારી સરળતાથી પહોંચશે. વીર નાયકોની આવી ગાથાઓ બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરી ભવિષ્યના જવાબદાર નાગરિક બનાવવામાં મદદરૂપ નીવડશે.

  1. સૌરાષ્ટ્રની ધીંગી ધરતી પર તલાવર સાથે શૌર્ય રાસની રમઝટ
  2. Dhrol Shaurya Katha 2021 : શૌર્યકથામાં CM ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત, જાણો ભૂચર મોરી યુદ્ધની કહાની

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.