ETV Bharat / state

ધંધૂકા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ - નાયબ કલેક્ટર

અમદાવાદમાં ધંધૂકા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર અને TDO બી. વી. લીફવાલાની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયશ્રીબા ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે રણજિત ધરમશીભાઈ સોલંકીની વરણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત કોંગ્રેસે 9 મતે બહુમતી પ્રાપ્ત કરી હોવાથી તાલુકા પંચાયત પર સતા સ્થાપી હતી.

ધંધૂકા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ

author img

By

Published : Mar 19, 2021, 6:33 PM IST

  • ધંધૂકા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે યોજાઈ બેઠક
  • વરણી અંતર્ગત નાયબ કલેકટર અને તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા
  • કોંગ્રેસ 9 મત સાથે બહુમતી પ્રાપ્ત કરી તો ભાજપને 7 મત મળ્યા
  • અમદાવાદ જિલ્લામાં ધંધૂકા તાલુકા પંચાયત પર કોંગ્રેસનો દબદબો

આ પણ વાંચોઃ નવસારી- વિજલપોર નગરપાલિકાના પ્રમુખ પદે જીગીશ શાહની વરણી

કોંગ્રેસ 9 મત સાથે બહુમતી પ્રાપ્ત કરી તો ભાજપને 7 મત મળ્યા

અમદાવાદઃ ધંધૂકા તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. આ પહેલા નાયબ કલેક્ટર અને TDO બી. વી. લીફવાલાની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયશ્રીબા ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે રણજિત ધરમશીભાઈ સોલંકીની વરણી કરવામાં આવી હતી. જ્યારે ધંધૂકા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય રાજુ ગોહીલ તથા પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રી મહમદ રઝા બુખારી, પ્રવીણસિંહ ચાવડા, અમિત રામપુરા તથા કમલેશ પાઠક સહિત અન્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપ્રમુખની વરણી

ફટાકડા ફોડી તમામ લોકોએ નવનિયુક્ત હોદ્દેદારોને આવકારી લીધા

તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થતા તમામ લોકોએ બંને નવનિયુક્ત હોદ્દેદારોને વધાવી લીધા હતા. અમદાવાદ જિલ્લામાં ધંધૂકા તાલુકામાં કોંગ્રેસ પક્ષની સત્તા સ્થપાતા કોંગ્રેસી કાર્યકરો ગેલમાં આવી જઈ ફટાકડા ફોડી ઉત્સાહ માણ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.