7 દિવસના આ કાર્નિવલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેજિક શૉ, ગરબા, ડાન્સ, મ્યુઝિકલ પ્રોગ્રામ જેવા વિવિધ આકર્ષણો રાખવામાં જેના લીધે લાખો લોકો કાંકરિયા ખેંચાઇ આવે છે. આ સાથે શહેરના 900 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.
![આમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની તડામાર તૈયારીઓ શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5460541_ahemdaabd.jpg)
અમદાવાદના મેયર બીજલ પટેલે જણાવ્યું છે કે, 7 દિવસય ચાલનાર કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ 900 કરોડના કામોનું પણ ખાતમુહુર્ત કરવામાં આવશે. કાર્નિવલમાં સવારમાં પ્રભાતિયાથી લઈને સાંજ સુધી રંગારંગ કાર્યક્રમો કરવામાં આવશે. ગીતા રબારી, કિર્તીદાન ગઢવી, ઓસમાન મીર જેવા ગાયકો અને સાઈરામ દવે જેવા કલાકારો લોકોનું મનોરંજન કરશે.