ETV Bharat / state

ગુજરાત સ્થાપના દિવસે ઓનલાઈન માધ્યમથી કોરોના સામે રક્ષણ મેળવવા પ્રાર્થના કરાઈ - કોરોના વાઇરસ

કોરોના મહામારી વચ્ચે ગુજરાત તેનો 60મોં સ્થાપના દિવસ ઘરમાં રહીને ઉજવી રહ્યું છે. ત્યારે કેટલાક મંદિરોમાં કોરોના વાઈરસથી મુક્તિ મળે તેના માટે ઓનલાઈન પ્રાર્થના કરવામાં આવી હતી. ગુજરાતના સ્થાપના દિવસથી કોરોના વાઇરસનો અંત આવે તે માટે સંતો દ્વારા આશિર્વાદ સંદેશ આપવામાં આવ્યા છે.

કોરોના સામે રક્ષણ અને તેને નષ્ટ કરવા પ્રાર્થના કરાઈ

author img

By

Published : May 1, 2020, 5:30 PM IST

અમદાવાદ : ગુજરાતના સ્થાપના દિવસથી કોરોનાનો અંત આવે તેના માટે સ્વામિનારાયણ ભગવાનની પ્રાર્થના ઓન-લાઈન કરવામાં આવી હતી. આ મુદ્દે કુમકુમ સ્વામિનારાયણ મંદિરના સાધુ પ્રેમવત્સદાસજીએ જણાવાયું હતું કે ગુજરાતની ભૂમિ પર ભગવાન સ્વામિનારાયણ સેવાના કાર્યો કર્યા છે. ત્યારે બધાએ સાથે મળીને પ્રાર્થના કરવી જોઈએ. જેથી કોરોના વાઇરસનો અંત આવી શકે. ભગવાન સ્વામિનારાયણની ઓનલાઇન પ્રાર્થના થકી લોકો ઘરે બેસી તેમના દર્શન અને પ્રાર્થના કરી શકશે.

કોરોના સામે રક્ષણ અને તેને નષ્ટ કરવા પ્રાર્થના કરાઈ
આ મુદ્દે વાતચીત કરતા ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુએ જણાવ્યું કે, કોરોના મહામારીના સમયે ડોક્ટર, નર્સ, સફાઈ કર્મચારી, મીડિયા કર્મચારી સહિતના લોકો કોરોના સામે લડીને આપણી સેવા કરી રહ્યા છે, ત્યારે ભગવાન સમક્ષ ખાસ કરીને ગુજરાતના સ્થાપના દિવસે તેમના રક્ષણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને બધાએ સાથે મળીને આ મહામારીનો અંત આવે તેવી પ્રાર્થના કરવી જોઈએ.

મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીએ પણ ગુજરાતના સ્થાપના દિવસે દેશ-વિદેશમાં અને રાજ્યમાં વસતા તમામ ગુજરાતી ભાઈ-બહેનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી ગુજરાત કોરોનાને માત આપી વધુ પ્રગતિશીલ બને તેા માટે પ્રાર્થના કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.