અમદાવાદ શહેરના ઓગણજ ખાતે તૈયાર કરાયેલા પ્રમુખ સ્વામીનગરમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રવિવારે આ મહોત્સવનું સમાપન કરવાાં આવ્યું હતું. આ એક મહિના દરમિયાન અહીં દેશ વિદેશમાંથી લાખો ભક્તો મુલાકાતે આવ્યા હતા. એક મહિનામાં અહીં 1,21,00,000 લોકોએ મુલાકાત લીધી હતી. જ્યારે 1,23,000 લોકોએ વ્યસનમુક્તિના નિયમો લીધા હતા.
આ પણ વાંચો બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવા પ્રમુખ સ્વામીનગરમાં બનાવાઈ વિશેષ જગ્યા
PM મોદીએ મહોત્સવનો કરાવ્યો હતો પ્રારંભ આપને જણાવી દઈએ કે, આ મહોત્સવનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. ત્યારે રવિવારે યોજાયેલા મહોત્સવના સમાપન સમારોહમાં 20,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
બાળ નગરી સૌનું આકર્ષણ કેન્દ્ર બન્યું પ્રમુખ સ્વામીનગરમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બાળનગરી બની હતી, જેની અંદર બાળકોને સંસ્કારનો સિંચન થાય તેવા અંદર પાત્રો ભજવવામાં આવતા હતા. એટલે આવનારની પહેલી પસંદ બાળનગરી હતી. આ બાળનગરીનું સંચાલન સ્વયમ્ બાળકો કરતા હતા. બાળકો દ્વારા પણ અહીંયા વ્યસનમુક્તિ અને નિયમકુટિર ચલાવવામાં આવતી હતી. અંદાજિત 9,000થી પણ વધુ બાળકો હોય આ બાળનગરીનું સંચાલન કર્યું હતું.
આ પણ વાંચો પ્રમુખસ્વામીનું ઋણ ચૂકવવા Googleમાંથી એક મહિનાની રજા લઈ 2 યુવકો આવ્યા અમદાવાદ
75,000 હજાર સ્વયંસેવકો જોડાયા પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ માટે દેશવિદેશથી પણ હરિભક્તો આવ્યા હતા. કેટલાક તો એક મહિનાની રજા લઈને આવ્યા હતા. અહીંયા સેવા આપનારો દરેક વ્યક્તિ એક સમાન હતો. કોઈ કરોડપતિ કે કોઈ ગરીબ નહીં, પરંતુ એક સામાન્ય માણસની જેમ અહીંયા સેવા આપી હતી. સ્વયંસેવકોમાં ડૉક્ટર, એન્જિનિયર બિલ્ડર, બિઝનેસમેન હતા, પરંતુ અહીંયા એક સામાન્ય માણસની જેમ સેવા આપી હતી. આ નગરની અંદર અંદાજિત 75 હજાર જેટલા સ્વયંસેવકો 30 દિવસ સુધી ખડે પગે રહ્યા હતા.
પ્રમુખસ્વામી મહારાજે 1200થી વધુ મંદિર બંધાવ્યા આપને જણાવી દઈએ કે, પ્રમુખ સ્વામી મહારાજે 1,200થી વધુ મંદિરો બંધાવ્યા છે. ત્યારે આ મહોત્સવ તેમની શતાબ્દી નિમિત્તે ઉજવવામાં આવ્યો હતો. અહીં બાળકોથી લઈને વયોવૃદ્ધ લોકો પણ મુલાકાતે આવ્યા હતા. આ એક મહિના દરમિયાન તેમણે વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો. આ મહોત્સવમાં કેન્દ્રિય નેતાઓથી લઈને વિવિધ સાધુ સંતો પણ આવ્યા હતા.