અમદાવાદ : શહેરના આંગણે યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અંતર્ગત (Ahmedabad Pramukh Swami Nagar baps) તૈયાર કરાયેલો પ્રમુખસ્વામી નગર હરિભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભવ્ય પ્રવેશ દ્વારમાંથી પ્રવેશતાની સાથે તમામ ભક્તોને પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી પ્રતિમાના દર્શન થાય છે. જેમાં 15 ફૂટના બેઝ ઉપર 30 ફૂટ ઊંચી પ્રતિમા રાખવામાં આવી છે. પ્રમુખસ્વામી નગરમાં પ્રવેશતા તમામ ભક્તોને સૌથી પહેલા પ્રમુખસ્વામી મહારાજના દર્શન થાય તે પ્રકારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav statue)
લોકોની સેવામાં કરતાની ઝાંખી પ્રમુખસ્વામી મહારાજે તેઓના જીવનકાળ દરમિયાન સતત 24 કલાક લોકહિત અને લોકોની સેવામાં વ્યતિત કર્યા છે, તેવામાં પ્રમુખસ્વામી નગરમાં મહારાજની ભવ્ય પ્રતિમાની નીચે તૈયાર કરવામાં આવેલા બેઝમાં અલગ અલગ 24 પ્રતિમાઓના દર્શન ભક્તજનોને થશે અને સામેની બાજુમાં સવારથી લઇને રાત સુધી સતત 24 કલાક પ્રમુખસ્વામી મહારાજે જે કાર્ય લોકોની સેવામાં કરતા હતા તેની ઝાંખી કરાવવાનો પ્રયાસ કરાયો છે. (PM Modi inaugurates Shatabdi Mahotsav)
આ પણ વાંચો પ્રમુખસ્વામી નગરમાં બાળકો માટે 17 એકરમાં તૈયાર કરાઈ બાળ નગરી
પ્રમુખ સ્વામીએ આધ્યાત્મિક પ્રેરણા આપી છે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એક માર્ગદર્શક અને ગુરુ હતા. જેમણે સમગ્ર ભારત અને વિશ્વમાં અસંખ્ય જીવનોને સ્પર્શ્યા હતા. તેઓ એક મહાન આધ્યાત્મિક નેતા તરીકે વ્યાપકપણે આદર અને પ્રશંસા પામ્યા હતા. તેમનું જીવન આધ્યાત્મિકતા અને માનવતાની સેવા માટે સમર્પિત હતું. BAPS સ્વામિનારાયણ સંસ્થાના નેતા તરીકે, તેમણે અસંખ્ય સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક પહેલોને પ્રેરણા આપી, લાખો લોકોને આરામ અને સંભાળ પૂરી પાડી હતી. (Pramukh swami Maharaj Mohotsav Programme)
આ પણ વાંચો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 80 હજાર સ્વયં સેવકો ભક્તોની સેવામાં ખડેપગ
પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી વર્ષ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષમાં વિશ્વભરના લોકો તેમના જીવન અને કાર્યની ઉજવણી કરી રહ્યા છે. BAPS સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, જે BAPS સ્વામિનારાયણ સંસ્થાનું વિશ્વવ્યાપી મુખ્ય મથક છે, તેના દ્વારા આયોજિત કરવામાં આવનાર 'પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં વર્ષભરની વિશ્વવ્યાપી ઉજવણીની સમાપ્તિ થશે. તે એક મહિના લાંબી ઉજવણી હશે જે અમદાવાદમાં 15 ડિસેમ્બર 2022થી 15 જાન્યુઆરી 2023 દરમિયાન યોજાશે. જેમાં દૈનિક કાર્યક્રમો, વિષયોનું પ્રદર્શન અને વિચાર પ્રેરક પેવેલિયન દર્શાવવામાં આવશે. (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav baps)