ETV Bharat / state

મહાનગરમાં મજબુત થવા ભાજપની ચૂંટણી યોજના, સરકારી યોજના પ્રાથમિકતા - Rajkot Road Show

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly election 2022) એલાન પહેલા ગુજરાતમાં કેન્દ્રના નેતાઓની મુલાકાત વધી ગઈ છે. એક વાત તો નક્કી છે કે, આ વખતે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી સરકાર બનાવવા (Gujarat Government 2022) માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. સમયાંતરે મોટા રાજકીય કાર્યક્રમથી દરેક જિલ્લામાં પોલિટિકલ લહેર વહી છે. એવામાં છેલ્લા ત્રણ મહિનાથી ગુજરતમાં રોડ શૉ પોલિટિક્સ વધી ગયું છે.

મહાનગરમાં મજબુત થવા ભાજપની ચૂંટણી યોજના, સરકારી યોજના પ્રાથમિકતા

author img

By

Published : Oct 11, 2022, 8:38 PM IST

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત (Political Strategy BJP Gujarat) વધી રહી છે. ખાસ કરીને ચૂંટણી પહેલા 33 જિલ્લાઓના મોટા પ્રોજેક્ટને ખુલ્લા મૂકીને ભાજપ સરકાર ગુજરાતના દરેક ખૂણામાંથી મજબુત થવા માગે છે. મતદારોમાં પોતાની છબી ઉજળી (gujarat BJP Election Campaign) કરવા માગે છે. પરંતુ, જ્યારે પણ કોઈ મોટાનેતા ગુજરાતના (PM Modi Gujarat Visit) મહાનગરની મુલાકાતે આવતા હોય ત્યારે એમના માટેના ખાસ કાર્યક્રમોનું આયોજન કરાય છે. પણ જ્યારે વડાપ્રધાન મોદીનું આગમન થવાનું હોય ત્યારે તૈયારીઓ જ રોડ શૉ રૂપેથી શરૂ થાય છે. રાજકોટમાં આ માટેની તૈયારીઓ (PM Modi Road Show Rajkot) શરૂ થઈ ચૂકી છે.

રોડ શૉનું રાજકારણઃ સતત ત્રણ દિવસ ગુજરાતમાં રોકાણ કર્યા બાદ વડાપ્રધાન મોદી ફરી એકવખત રાજકોટમાં રોડ શૉ કરવા જઈ રહ્યા છે. આ પહેલા જ્યારે વડાપ્રધાન મોદીએ છેલ્લો રોડ શૉ રાજકોટમાં કર્યો હતો ત્યારે મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ હતા અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી છેક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. એ પણ સ્ટેજ પર હતા ત્યારે પણ સાંસદ અને પૂર્વ મુખ્યપ્રધાન વચ્ચે શાબ્દિક તકરાર સામે આવી હતી.

ફેસ ટુ ફેસઃ મહાનગરમાં મોટી સંખ્યામાં રહેલા મતદારોને રીઝવવા માટે રોડની રાજનીતિ નવી નથી. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વખતે લાંબા રોડ શૉ પાછળનો હેતું મોટી સંખ્યામાં મતદારો સાથે સીધો સંપર્ક કરવાનો છે. ત્રણ દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ જામનગરમાં રોડ શૉ કર્યો હતો. આ દરમિયાન એક હાલારીએ વડાપ્રધાનને એક ફોટો ફ્રેમ ભેટમાં આપી હતી. જ્યારે બીજી ફોટો ફ્રેમમાં મોદીએ સહી કરીને પરત કરી.રોડ શૉ પાથળનું વિઝન પબ્લિક સુધી પહોંચીને એક ગ્રાઉન્ડ સર્વેનો હોય છે.

ભાવનગરમાં ભાવુકઃ ભાવનગરમાં જ્યારે ભવ્ય રોડ શૉ યોજાયો ત્યારે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક સાથે રોડ શૉમાં પપેટ શૉએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે, આ શૉ એ દિવસે સમગ્ર ભાવનગરમાં સૌથી વધારે ચર્ચાતો મુદ્દો રહ્યો હતો. વડાપ્રધાને મોદી પણ જે તે શહેરના રોડ શૉ સાથે ત્યાંની સ્થાનિક નસ પારખીને સંબોધન કરે છે. ભાવનગરમાં ગાંઠિયાનો ઉલ્લેખ કરેલો હતો. જ્યારે જામનગરમાં ઐતિહાસિક ભવ્યતા અંગે જામનગરની જાહોજલાલીને ઊંચાઈએ લઈ જવાની વાત કરી હતી. આ સાથે જામનગરનું ક્રિકેટમાં પ્રદાનનો પણ ઉલ્લેખ કરેલો

પછડાટમાંથી પાઠઃ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી વખતે ભાજપ પાર્ટી થોડા ઓવર કોન્ફિડન્સમાં હતી. જોકે, પછીથી થયેલા પક્ષ પલટા અંગે ભારે હોબાળા વચ્ચે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવેલો હતો. હકીકત એ પણ છે કે, ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મહાનગરમાંથી જ મોટી પછડાટ મળી હતી. જે મહાનગરમાંથી મહત્ત્વની બેઠક પર વઘુ મોટા આંકડાની અપેક્ષા હતી ત્યાં માંડ નાક બચ્યું હોય એવી સ્થિતિ રહી હતી. પણ રોડ પાછળનો ટાર્ગેટ મહાનગરની પ્રજાથી વધારે નજીક પહોંચવાનો રહ્યો છે.

હવે ક્યાં? સુરતથી શરૂ થયેલી ભાજપની ચૂંટણી યાત્રા ખાસ કરીને રોડ શૉમાં સમયાંતરે બીજા નગર પણ જોડાતા ગયા. સુરત બાદ અમદાવાદ, ભાવનગર, જામનગર અને પછી રાજકોટમાં રોડ શૉ. હવે રાજકોટમાં રોડ શૉ માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તારીખ 19 ઑક્ટોબર 2022ના રોજ ફરી એકવખત મોદી રાજકોટમાં રોડ શૉ કરવા માટે આવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, વડાપ્રધાન મોદીનો રોડ શૉ બીજા ક્યા મહાનગરમાં યોજાઈ છે. આ બધામાં સૌથી ખાસ વાત એ છે કે, દરેક કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્યની યોજનાઓનો અચૂક ઉલ્લેખ કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.