ETV Bharat / state

પીરાણા અગ્નિકાંડમાં પોલીસ આવી એક્શનમાં, 12 લોકોના મોત મામલે ત્રણ વ્યક્તિ વિરૂદ્ધ ગુનો દાખલ - The Green Tribunal also sent a notice

અમદાવાદમાં બનેલા અકસ્માતમાં પોલીસ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. પીરાણા અગ્નિકાંડમાં 12 લોકોનાં મોત મામલે પુરાવા અને નિવેદનો લઈ આખરે અમદાવાદ પોલીસે ફરિયાદ નોંધી છે. અપરાધનો ગુનો નોંધી કલમ 304 હેઠળ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતા.

અમદાવાદ - પીરાણા અગ્નિકાંડમાં 12 લોકોના મોત મામલે પોલીસે કર્યો ગુન્હો દાખલ

author img

By

Published : Nov 6, 2020, 12:34 PM IST

  • પીરાણા અગ્નિકાંડ મામલે પોલીસ એક્શનમાં
  • પોલીસે 3 લોકોની કરી ધરપકડ
  • બ્લાસ્ટ અગ્નિકાંડમાં 12 લોકોના મોતના જવાબદારો સામે ગુનો દાખલ

અમદાવાદઃ શહેરમાં બનેલા અકસ્માતમાં પોલીસ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. પીરાણા અગ્નિકાંડમાં 12 લોકોના મોત મામલે પુરાવા અને નિવેદનો લઈ આખરે અમદાવાદ પોલીસે ફરિયાદ નોંધી છે. નારોલ પોલીસે પ્રદીપ ભરવાડ, હેતલ સુતરિયા અને નાનુ ભરવાડ સામે કલમ 304 સહિત અન્ય કલમો અને અપરાધનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

કેમિકલ બ્લાસ્ટના આરોપીઓ સામે ફરીયાદ

પીપળજની રેવાભાઈ અને નાનુભાઈ એસ્ટેટમાં સાહિલ એન્ટરપ્રાઇઝમાં કેમિકલ બ્લાસ્ટને કારણે કાપડની ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. બ્લાસ્ટથી ધાબા અને શેડ તૂટી જવાથી 12 લોકોના મોત થયા અને 10 લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. નારોલ પોલીસે આ અંગે કેમિકલ બ્લાસ્ટ અને આગના જવાબદાર આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પોલીસે રેવાભાઈ એસ્ટેના મલીક પ્રદીપ ભરવાડ, નાનુભાઈ એસ્ટેટના માલિક નાનુ ભરવાડ અને સાહિલ એન્ટરપ્રાઇઝના માલિક હેતલ સુતરીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. નારોલ પાસે આવેલા રાણીપુર ગામમાં શાંતુ માસ્ટરની ચાલીમાં રહેતાં આશિષ યુનુસભાઈ ક્રિશ્ચિયનએ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં આશિષે જણાવ્યા મુજબ પીપળજ પાવર હાઉસ સામે આવેલી કનિકા ફેશન નામની કાપડની કંપનીમાં તેની માતા રાગીણીબહેન નોકરી કરતા હતા.

અમદાવાદ - પીરાણા અગ્નિકાંડમાં 12 લોકોના મોત મામલે પોલીસે કર્યો ગુન્હો દાખલ
ગ્રીન ટ્રિબ્યુનલે પણ નોટિસ પાઠવી જવાબ માગ્યોઆ ઉપરાંત આ અગ્નિકાંડ મામલે રાજ્ય સરકાર ગ્રીન ટ્રિબ્યુનલે પણ નોટિસ પાઠવી જવાબ માગ્યો છે. પીરાણા અગ્નિકાંડની ઘટના અંગે ગ્રીન ટ્રિબ્યુનલે આ તમામ સાથે અમદાવાદ કલેક્ટર, GPCB, CPCB, DISA અને ફેક્ટરીના માલિકને નોટિસ ફટકારી છે. આગામી 11 નવેમ્બરે આ મામલે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરાયું છે. અને આ કોન્ફરન્સમાં હાજર રહેવા માટે તમામ લોકોને આદેશ પણ કરવામાં આવ્યો છે. કલમ 304માં આજીવન કેદ અથવા 10 વર્ષની સજાની જોગવાઈ 304માં આજીવન કેદ અથવા 10 વર્ષની સજા થઈ શકે છે. 304ની વ્યાખ્યા એવી છે કે મને ખબર છે કે મારા કૃત્યથી બીજાનું મૃત્યુ થઈ શકે છે તેમ છતાં આ કૃત્ય કરવું તો 304ની કલમ લાગુ પડે છે. એટલે આ અપરાધ મનુષ્યવધ લાગુ પડે છે.

ફરિયાદીની માતા કંપનીમાં કરતા હતા નોકરી

બુધવારે સવારે માતા રાગીણીબહેન કંપનીમાં નોકરી ગયા હતા. જ્યારે ફરિયાદી પણ મજૂરીકામે ગયો હતો. સવારે 11.30 વાગ્યે બહેન સોનલનો આશિષ પર ફોન આવ્યો હતો. સોનલએ આશિષને જણાવ્યું કે, મમ્મી જે કંપનીમાં કામ કરે છે. ત્યાં ધડાકા થતાં તે ફસાઈ ગઈ છે. તું ત્યાં જા અને મમ્મીની તપાસ કરી જો આશિષ તરત જ કનિકા કંપની પર પહોંચ્યો હતો. ત્યાં જોયું તો કનિકા કંપનીની બાજુમાં આવેલી સાહિલ એન્ટરપ્રાઇઝમાં ધડાકા થતા હતા અને આગ લાગી હતી.

જેના કારણે તેની બાજુમાં આવેલી કનિકા ફેશન કંપનીના ગોડાઉનમાં પણ આગ લાગી હતી. શેડ છત તેમ દીવાલો તૂટી ગઈ હતી. ફાયરની ટિમે આશિષની માતા રાગીણીબહેનને બહાર કાઢી એલજી હોસ્પિટલ ખસેડયા હતા. આ ઘટનામાં રાગીણીબહેન સહિત 12 લોકોના કરૂણ મોત થયા હતા. 10 લોકોને ગંભીર તેમજ નાની મોટી ઇજા થઇ હતી. બનાવને પગલે સાહિલ એન્ટરપ્રાઇઝના માલીક હેતલભાઈ ગીરીશભાઈ સુતરિયાએ કોઈપણ જાતની સરકારી મંજૂરી વગર આવડત અને લાયકાત વાળા માણસો નોકરી પર ન રાખી ઝેરી કેમિકલ કે જે તરત જ સળગી શકે અને બ્લાસ્ટ થાય તેવા રાખી પ્રક્રિયા કરતા હતા.

આમ તેઓએ ગંભીર પ્રકારની બેદરકારી દાખવી હતી. હેતલભાઈ અને રેવાભાઈ એસ્ટેટના માલીક પ્રદીપ રેવાભાઈ ભરવાડએ આ રસાયણોની ગંભીરતા જાણવા છતાં કોઈ ફાયર સેફટીના સાધનો કે સરકારી ધારાધોરણ વગર કેમિકલનો વેપાર કરતા હતા. જ્યારે નાનુભાઈ એસ્ટેટના માલીક નાનુભાઈ ઘેલાભાઈ ભરવાડે આવા કેમિકલ ગોડાઉનની બાજુમાં કપડાની કંપનીને જગ્યા ભાડે આપી લોકોની જિંદગી જોખમમાં મૂકી હતી. આમ રેવભાઈ એસ્ટેટના માલીક પ્રદીપ ભરવાડ અને નાનુભાઈ એસ્ટેના માલીક નાનુભાઈ ભરવાડે એસ્ટેટ બનાવી તે ગોડાઉનોમાં કોઈ સુરક્ષિત અવરજવર માટે રસ્તાઓના રાખ્યા અને જરૂરી આકસ્મિક બારીઓ પણ રાખી ન હતી.

કેમિકલ વિસ્ફોટક બનાવતી કંપનીને નાની જગ્યા પોતાના આર્થિક ફાયદા સારું ભાડે આપી ધંધો કરતા હતા. આ રીતે ત્રણે આરોપીઓએ ગંભીર બેદરકારી દાખવી જેના કારણે કેમિકલ બ્લાસ્ટમા બન્ને એસ્ટેટ અને તેની આજુબાજુની જગ્યામાં મોટાપાયે નુકશાન અને જાનહાનીનો બનાવ બન્યો હતો. આ બનાવમાં 12 લોકોના મોત અને 10ને ઇજાઓ થઈ હતી.

પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તપાસનો ધમધમાટ વધાર્યો

પોલીસ દ્વારા દુર્ઘટનાની ગંભીરતા સમજીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હાલ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. હાલ કંપનીના માલિકોની ધરપકડ કરી હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારબાદ પોલીસે આરોપીના રિમાન્ડ માંગે તેવી શક્યતા લાગી રહી છે. જે બાદ અન્ય માહિતી બહાર આવે તેવું લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.