ETV Bharat / state

મોટી સફળતા, ફૂટપાથ પરથી બાળકીની તસ્કરી કરનાર મહિલા હૈદરાબાદથી ઝડપાઈ

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી ચાર માસની બાળકીની માનવ તસ્કરીનો (Gomtipur Child trafficking case) કેસ ઉકેલાયો છે. પોલીસે માનવ તસ્કરીની વોન્ટેડ મહિલા (Ahmedabad Crime News) આરોપીને હૈદરાબાદ ખાતેથી ધરપકડ કરી છે. આ ઉપરાંત વધુ તપાસમાં તસ્કરીમાં અનેકના નામ બહાર આવ્યા છે. (Child trafficking case in Ahmedabad)

મોટી સફળતા, ફૂટપાથ પરથી બાળકીની તસ્કરી કરનાર મહિલા હૈદરાબાદથી ઝડપાઈ
મોટી સફળતા, ફૂટપાથ પરથી બાળકીની તસ્કરી કરનાર મહિલા હૈદરાબાદથી ઝડપાઈ
author img

By

Published : Jan 2, 2023, 7:40 PM IST

ગોમતીપુરમાં ફૂટપાથ પરથી બાળકીની તસ્કરી કરનાર મહિલા હૈદરાબાદથી ઝડપાઈ

અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચને માનવ તસ્કરી મામલે મોટી સફળતા (Ahmedabad Crime News) મળી છે. ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 10 મહિના પહેલા ચાર માસની બાળકીની માનવ તસ્કરીના ગુનામાં સંડોવાયેલી વોન્ટેડ મહિલા આરોપીને હૈદરાબાદ ખાતેથી ધરપકડ કરી છે.(Gomtipur Child trafficking case)

શું હતી ઘટના? 17 ફેબ્રુઆરી 2022ના રોજ ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી કાજલ દંતાણીની ચાર મહિનાની દીકરી પૂજાને રાતના બાર વાગ્યાથી સવારે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન કોર્પોરેશનની ઓફિસની પાસે ફૂટપાથ પરથી અજાણ્યો શખ્સ રિક્ષામાં અપહરણ કરીને લઈ ગયો હતો. જે ગુનામાં ચિરાગ ઉર્ફે ચિલ્લી, સોમેશ, વિજય અને મહિલા આરોપી કિંજલે રિક્ષામાં બાળકીનું અપહરણ કરીને લઈ ગયા હોવાનું ખુલાસો થયો હતો. (Child trafficking case in Ahmedabad)

તપાસમાં અનેક નામ સામે આવ્યા વિજય તેમજ કિંજલે અન્ય મહિલા ઊર્મિલા (Child trafficking case in Ahmedabad) સાથે વર્ષાનો સંપર્ક કરી વર્ષા અને તેના પતિ અશ્વિનભાઈ સાથે હૈદરાબાદ ખાતે જઈને આરોપી વર્ષાએ નંદીનીનો કિંજલ સાથે સંપર્ક કરાવી નંદીનીને કિંજલે એક લાખ રૂપિયામાં બાળકી વેચી દીધી હતી અને નંદીનીએ આરોપી રામયાશ્રાવણી તેમજ અંજુ મારફતે દામોદરનો સંપર્ક કરી અશોક નામના આરોપીને બાળકીને બે લાખ રૂપિયામાં વેચી નાખી માનવ તસ્કરીનું ગુનાહિત કૃત્ય આચર્યું હતું. (Human trafficking case in Ahmedabad)

આ પણ વાંચો વલસાડમાં પોલીસે ગૌ તસ્કરી કરતી આંતરરાજ્ય ગેંગને દબોચી

બાળકી સાથે અશોક ઝડપાયો દરમિયાન અશોક નામનો આરોપી બાળકી સાથે મળી આવ્યો હતો. તે તપાસ દરમિયાન 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મહિલા આરોપી નંદિની પકડાઈ ન હતી. જે મામલે ક્રાઈમ બ્રાન્ચના PI એન.જી સોલંકીની ટીમના પોલીસ કોન્સ્ટેબલ સૈફલખાન રસીદખાનને બાતમી મળતા હૈદરાબાદ ખાતે તપાસ કરીને આ ગુનામાં વોન્ટેડ મહિલા આરોપી અનુષા ઉર્ફે નંદીની દાસુ નામીયા મુડાવતની હૈદરાબાદ તેલંગાણા ખાતેથી ધરપકડ કરી છે. આ મામલે ઝડપાયેલી મહિલાને વધુ તપાસ માટે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપવામાં આવી છે. ત્યારે આ માહિલાએ આ પ્રકારે અન્ય કોઈ બાળકની તસ્કરી કરી છે કે કેમ અને તેની સાથે આ ગુનામાં કેટલા અન્ય લોકો સામેલ છે તે દિશામાં પૂછપરછ શરૂ કરાઈ છે. (child trafficking Accused in Gomtipur)

આ પણ વાંચો ખાખીને સલામ, બાળકીને તસ્કરીમાંથી બચાવી પરિવાર સાથે કરાવ્યું મિલન

માનવ તસ્કરી અંગે થશે વધુ ખુલાસા આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલિકે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હ્યુમન ટ્રાફિકિંગ ખૂબ ક ગંભીર પ્રકારનો ગુનો છે. આ ગુનો નોંધાયા બાદથી અમારી ટીમ સતત આરોપીની તપાસમાં હતી. બે વાર ટીમ હૈદરાબાદ પણ જઈ આવી અને અંતે અમને સફળતા મળી છે. આ આરોપીની પૂછપરછમાં માનવ તસ્કરી અંગે વધુ ખુલાસાઓ થઈ શકે છે. હાલ મહિલાની તપાસ ચાલુ છે. (Child trafficking in Gomtipur)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.