- પશ્ચિમ વિસ્તારમાં ડ્રગ્સ અને દારૂની પાર્ટીઓ રોકવા પોલીસનો એક્સન પ્લાન
- સાદાં કપડાં પહેરીને પોલીસ કર્મચારીઓની ચાંપતી નજર
- મોડી સાંજે અમદાવાદ ગોવામાં તબદિલ થાય છે
અમદાવાદઃ યુવકો અને યુવતીઓ ડ્રગ્સના નશામાં એવી રીતે ડૂબી ગયા છે કે હવે ડ્રગ્સ માફિયાઓને(drug mafia network in gujarat) ફાવતું મળી ગયું છે. ડ્રગ્સ માફિયાને(ahmedabad drug bust) તો પોલીસ રોકી રહી છે, પરંતુ નશો કરનારને પકડવા માટે પણ પોલીસે એક અભિયાન શરૂ કર્યુ છે. સિંધુ ભવન રોડ, એસજી હાઇ-વે સહિતના પોશ વિસ્તારોમાં જ્યાં યુવાનો ડ્રગ્સની પાર્ટી કરતા હોય છે ત્યાં પોલીસે બાજ નજર(Police action plan drugs) રાખવાનું શરૂ કરી દીધું છે.
શહેરમાં યંગસ્ટરોને હિરોપંતી દેખાડવાનો નશો
આજનો યંગસ્ટર(youngster drugs in india) તૈયાર થઇને ધૂમ સ્ટાઇલ વાહન લઇને સિંધુ ભવન રોડ પર પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે સમી સાંજે નીકળી પડે છે. યંગસ્ટર સિંધુ ભવન રોડ પર તેમજ એસજી હાઇ-વે પર આવેલી હોટલ, રેસ્ટોરાં તેમજ કાફેની બહાર મોજ મસ્તી કરતા હોય છે. જ્યારે કેટલાક લોકો આ મોજમસ્તીમાં નશાની કિક પણ ઉમેરી દેતા હોય છે. એમડી, ચરસ, ગાંજો અફિણ, કોકેન, હેરોઇન જેવો નશો કરતા હોય છે જ્યારે કેટલાક મધ્યમ વર્ગના લોકો કફ સિરપ જેવો સસ્તો નશો કરતા હોય છે. તો કેટલાક લોકો દારૂ તેમજ બિયરની પાર્ટી પણ કરતા હોય છે.
કાળાના કાચમાં કાળા કામો
પાર્કિંગમાં કાર અને તેમાં પણ કાળા કલરની ફિલ્મવાળા કાચ હોય તો યુવાનોને મજા મળી જતી હોય છે. કાળી ફિલ્મવાળી કારમાં ડ્રગ્સની સાથે સાથે શારીરિક રિલેશન પણ બંધાતા હોય છે. સાંજ પડે એટલે અમદાવાદ ગોવામાં બદલાઇ જાય અને પાર્ટીઓનો દોર શરૂ થાય છે. શહેરમાં ડ્રગ્સ પાર્ટીને રોકવા માટે પોલીસ સજજ થઇ છે.
નશાખોર સામે પોલીસ કડક
ઝોન સાતના DCP પ્રેમસુખ ડહેલુએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ પાર્ટીને(Drug Parties in Ahmedabad) તેમજ અન્ય નશાની પાર્ટીઓને રોકવા માટે પોલીસે ઠેર ઠેર વોચ શરૂ કરી દીધી છે. પોલીસ કર્મચારીઓ સાદાં કપડાં પહેરીને એસજી હાઇ વે તેમજ સિંધુ ભવન રોડ ઉપર નશો કરનાર તેમજ દૂષણ ફેલાવનાર યુવકો અને યુવતી(ahmedabad police drugs) ઉપર નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચોઃ Crime Branch Ahmedabad : મુંબઇના બે ડ્રગ્સ સપ્લાયરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા
આ પણ વાંચોઃ Dwarka Drugs Case: જામનગરના સચાણાના શખ્સે પૂણે-દિલ્લીમાં 500 કરોડનું ડ્રગ્સ વેચ્યું