ETV Bharat / state

PMO Fake Officer Case: કિરણ પટેલને સોશિયલ મીડિયા પર એક્સપોઝ કરનારની ETV સાથે ખાસ વાતચીત - Mayur patel Case

જમ્મુ કાશ્મીરમાં પીએમઓના અધિકારી તરીકેની ઓળખ આપીને સંવેદનશીલ વિસ્તારોમાં આંટાફેરા કરનારા ઠગ કિરણ પટેલની ક્રાઈમ કુંડળી વિશે વધુ ચોંકાવનારી વિગત સામે આવી છે. સોશિયલ મીડિયા પર આ ધુતારાની ઓળખ ઉઘાડી પાડનાર સાથે ઈટીવી ભારતે ખાસ વાતચીત કરી છે.

PMO Fake Officer Case: કિરણ પટેલને સોશિયલ મીડિયા પર એક્સપોઝ કરનારની ETV સાથે ખાસ વાતચીત

author img

By

Published : Mar 19, 2023, 9:05 PM IST

Updated : Mar 19, 2023, 9:17 PM IST

PMO Fake Officer Case: કિરણ પટેલને સોશિયલ મીડિયા પર એક્સપોઝ કરનારની ETV સાથે ખાસ વાતચીત

અમદાવાદઃ જમ્મુ કાશ્મીરમાં PMO અધિકારી બનીને ઝેડ પ્લસ સિક્યુરિટી, ફાઇવ સ્ટાર હોટલમાં રોકાણ તેમજ બુલેટ પ્રૂફ ગાડી જેવી અધ્યતન સુવિધાઓ મેળવનાર કિરણ પટેલની એક બાદ એક નવી પોલ ખુલતી જાય છે. મહત્વનું છે કે, હાલ જમ્મુ કાશ્મીર પોલીસે પણ કિરણ પટેલના પરિવાર, મિત્રો સહિતના તેની સાથે સૌથી નજીક હોય તેવા લોકોની પૂછપરછ માટે અમદાવાદ શહેરમાં ધામા નાખ્યા છે. સોશિયલ મીડિયા ઉપર છેલ્લા ઘણા સમયથી કિરણ પટેલની પોલ ખોલનાર યુવક સાથે etv ભારતે વાતચીત કરી હતી.

આ પણ વાંચોઃ જમાઈએ 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ કરી હત્યા

કિરણ પટેલની ક્રાઈમ કુંડળીઃ વર્ષ 2021માં મહા ઠગ કિરણ પટેલે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગાડી મુકવાની છે. તેવું કહીને લાખો રૂપિયાની ઠગાઈ કરી હતી. જેમાં બે નિવૃત DYSP, એક PI, બે PSI સહિત પાંચ લોકો સાથે કિરણ પટેલે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જે ઘટનાના એક વર્ષ પહેલા અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં કિરણ પટેલ તેમજ તેના ભાઈ મનીષ પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.

ઠગાઈ કરીઃ જેમાં નિવૃત્ત DYSP સાથે મિત્રતા કેળવીને તેના નજીકના લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી હતી. નિવૃત DYSP એન. કે પરમાર અને તેઓના નજીકના મિત્રો સાથે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સાધુ સંતોને ગાડી આપવાની છે. જેના પેટે સંપ્રદાય તરફથી મહિને 30 હજાર રૂપિયા ખર્ચ પેટે આપવામાં આવશે. તેવી લોભામણી વાત કરીને છેતરપિંડી આચરી હતી.

આ પણ વાંચોઃ Rajkot Crime : રાજકોટમાં વાવડી ગામમાં કરોડોનું જમીન કૌભાંડ ઢાંકવા કરાઈ દસ્તાવજોની ચોરી?

લોકોમાં રોફઃ કિરણ પટેલે વડોદરામાં ગરબા પણ ઓર્ગેનાઇઝ 2021 માં કર્યા હતા. જોકે તે સમયે કિરણ પટેલ પોતે પીએમ ઓફિસમાં સોશિયલ મીડિયા ઇન્ચાર્જ હોવાનું જણાવી લોકોમાં રોફ જમાડતો હતો અને અલગ અલગ નેતાઓ સાથેના ફોટો સોશિયલ મીડિયામાં મૂકીને લોકોને પોતાની ઠગાઈનો શિકાર બનાવતો હતો. મહાઠગ કિરણ પટેલે વર્ષ 2021 અને તે પહેલા રાજ્યના અનેક ખેડૂતોને પણ પોતાની ઠગાઈનો શિકાર બનાવ્યો હતો.

ફોટા પર દમઃ મહાઠક કિરણ પટેલે ભાજપના સિનિયર નેતા સંજય જોષી સહિત અનેક સિનિયર નેતાઓ સાથે પોતાના ફોટો પડાવ્યા છે અને તેજ ફોટોના દમ ઉપર ખેડૂતો સાથે પણ છેતરપિંડી આચરી હતી. કિરણ પટેલે પોતાના પરિવારજનોની મદદથી ખેડૂતોના રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું. જેમાં નેતાઓ સાથેના પોતાના ફોટો લોકોને બતાવીને પહેલા વિશ્વાસમાં લીધા અને અમદાવાદમાં સીજી રોડ ઉપર મોદી ફાઈડ કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ઊભી કરી હતી.

આ પણ વાંચોઃ Rajkot Crime : પુત્રના નવાબી શોખમાં દેવુ થઈ જતા પિતા બન્યા ભોગ

ખોટી કંપનીના CEO: ખોટી કંપનીના CEO તરીકે પોતે હોવાનો દાવો કરી ખેડૂતોને સારા વળતરની લાલચ આપી હતી. જે બાદ કિરણ પટેલના મોટાભાઈ મનીષ પટેલે આણંદના બોરસદમાં તમાકુ ખરીદીનો મોટો વ્યવહાર હોવાનો દાવો કર્યો હતો. ખેડૂતોને તમાકુમાં રોકાણ કરવાની લાલચ આપી 1.25 કરોડની ઠગાઈ કરી હતી. બંને ભાઈઓએ તેઓના રીટાયર્ડ બેંક મેનેજર મામા વિઠ્ઠલ પટેલની પણ મદદ લીધી હતી. તેના મામાએ પોતાની ઓળખાણનો દૂર ઉપયોગ કરીને લોકો પાસે રોકાણ કરાવ્યું હતું.

અધિકારીઓના નામે ધમકીઃ છેતરાયેલા ખેડૂતોએ પૈસા માંગતા કિરણ પટેલે પોલીસ અધિકારીઓના નામે ધમકી આપી હતી. જે સમગ્ર મામલે બાયડ તાલુકાના રણોદરા તથા રણેજી ગામના ખેડૂતોએ ફરિયાદ નોંધાવી હતી. જે સમયે કિરણ પટેલની બાયડ પોલીસે ધરપકડ પણ કરી હતી. કિરણ પટેલે પોતે પ્રધાનમંત્રી કાર્યાલય દિલ્હી ખાતે કામ કરે છે. તેવું કહીને ગુજરાતમાં હોસ્પિટલ તેમજ અન્ય કોઈ કામમાં મદદ જોઈતી હોય તો પોતાનો સંપર્ક કરો તેવી પોસ્ટ કરી હતી.

સોશિયલ મીડિયા પોસ્ટઃ આ જ પ્રકારે ઠગાઈ પણ હાચવી હતી. ડૉ સૂર્યકાન્ત પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી લખ્યું હતું કે કિરણ પટેલ અગાઉ જેલવાસ પણ ભોગવી ચુક્યો હોય અને હોસ્પિટલના નામે છેતરપિંડી કરવાના પ્રયાસ કરતો હોય તેથી લોકોને તેનો ભોગ ન બનવા માટે પણ સૂર્યકાંત પટેલે અપીલ કરી હતી. ડોક્ટર સૂર્યકાંત પટેલે કિરણ પટેલની ધર્મપત્ની માલીની પટેલના એકાઉન્ટમાં જમા કરાવેલા પૈસાનો પુરાવો અને જે ચેક આપ્યા હતા અને બાઉન્સ થયા હતા. તે બાબતે પણ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી અને તેઓની સાથે પાંચ લાખ રૂપિયાની ઠગાઈ કિરણ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Surat News : ધમધમતી ચોરીના મોબાઈલ વેચાણ માટે પ્રખ્યાત માર્કેટમાં 70 પોલીસનું મેગા સર્ચ ઓપરેશન

આવી રીતે થયો પરીચયઃ ટ્વીટર ઉપર KEETILIWADO નામની એકાઉન્ટ ધરાવનાર ધવલ રાવલે જણાવ્યું તેઓ પોતે ગાડી લે વેચનો વ્યવસાય કરતા હોય થોડા સમય પહેલા કિરણ પટેલ સાથે પરિચય થયો હતો. કિરણ પટેલે ધવલ રાવલ પાસેથી અલગ અલગ વ્યક્તિઓની માહિતી માગી હતી, જે માહિતી તેઓએ ન આપી હતી અને થોડાક સમય બાદ તેઓને જાણતી હતી. કિરણ પટેલ મહાઠગ છે.

ધમકી આપી હતોઃ જેથી તેઓએ સોશિયલ મીડિયા ઉપર તેની પોલ ખોલવાનું શરૂ કર્યું હતું અને જેના કારણે કિરણ પટેલે અવારનવાર તેઓને ધમકીઓ આપી હતી. એકવાર તેઓના ઘરે જઈને પણ સોશિયલ મીડિયા ઉપર તેઓની વિરુદ્ધ કોઈપણ પોસ્ટ ન કરવા માટે ધમકી આપી હતી. કિરણ પટેલે જમ્મુ કાશ્મીરમાં અનેકવાર જઈને પોતાની PMOમાં એડિશનલ ડાયરેક્ટર તરીકેની ઓળખ આપી, ત્યાં ઝેડ પ્લસ સિક્યુરિટી ફાઇવ સ્ટાર હોટલમાં રોકાણ તેમજ બુલેટપ્રૂફ ગાડીમાં પ્રવાસો કર્યા હતા અને અલગ અલગ મિટિંગો પણ કરી હતી.

કાશ્મીરના ફોટોઃ મહાઠગ કિરણ પટેલે અમદાવાદના મણીનગરમાં આવેલી આકાંક્ષા ક્રિએશન નામની દુકાનમાંથી વીઝીટીંગ કાર્ડ પણ બનાવ્યા હતા. ગુપ્તચાર એજન્સીઓના રિપોર્ટ બાદ જમ્મુ કાશ્મીર પોલીસે કિરણ પટેલની તપાસ કરતા તે બોગસ અધિકારી હોવાનું સામે આવતા તેની સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. જેના થોડા સમય બાદ આ સમગ્ર બાબતો ખુલીને સામે આવી છે. કિરણ પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાના વીવીઆઈપી કાશ્મીર પ્રવાસના ફોટો અને વિડીયો પણ પોસ્ટ કર્યા છે, ત્યારે આ સમગ્ર બાબતોને લઈને અલગ અલગ એજન્સીઓ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

Last Updated : Mar 19, 2023, 9:17 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.