ETV Bharat / state

PM Modi Gujarat Visit: વિદ્યાનું ધામ કહેવાતું આ શહેર શૈક્ષણિક ક્ષેત્રે રચશે વધુ એક ઇતિહાસ - Mann Ki Baat Live Today on YouTube

વડોદરાની વિદ્યાના આંતરરાષ્ટ્રીય ધામ તરીકેની ખ્યાતિને વધુ વ્યાપક બનાવવા શિક્ષણના આંતરરાષ્ટ્રિય માપદંડોને અનુસરીને નિર્માણ થવાનું છે. વડોદરાના કાર્યક્રમમાં કુંઢેલા નજીક 100 એકર જમીનમાં સ્થપાનારી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નિર્માણ માટે (Central University of Gujarat in Vadodara)કરશે શિલાન્યાસ.

PM Modi Gujarat Visit: વિદ્યાનું ધામ એવું આ શહેર શૈક્ષણિક ક્ષેત્રે રચશે વધુ એક ઇતિહાસ

author img

By

Published : Jun 15, 2022, 6:03 PM IST

અમદાવાદઃ લોક કલ્યાણ માટે સયાજીરાવના શાસન સૂત્રોમાં અડગ વિશ્વાસ ધરાવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વડોદરાની વિદ્યાના આંતરરાષ્ટ્રીય ધામ તરીકેની ખ્યાતિને વધુ વ્યાપક બનાવવા શિક્ષણના આંતરરાષ્ટ્રિય માપદંડોને અનુસરીને જેનું નિર્માણ થવાનું (Central University of Gujarat in Vadodara)છે તેવી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત - ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય માટે વડોદરાની (Central University of Gujarat)પસંદગી કરી છે.

વિશ્વવિદ્યાલયના સંકુલના નિર્માણ માટે શિલાન્યાસ - વડાપ્રધાન 18 મી જૂનના રોજ વડોદરાના લેપ્રસી મેદાન પર( Leprosy ground in Vadodara)યોજાનાર ગુજરાત ગૌરવ અભિયાન પ્રસંગે ડભોઇ તાલુકાના કુંઢેલા નજીક (Gujarat Central University )આ નવીન વિશ્વવિદ્યાલયના સંકુલના નિર્માણ માટે શિલાન્યાસ કરશે. આ દિવસે તેઓ વડોદરામાં જ આકાર લેનારી, દેશની તેના પ્રકારની સર્વ પ્રથમ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના(PM Modi Gujarat Visit)નિર્માણનો પણ પ્રારંભ કરાવવાના છે. આમ, એક જ દિવસમાં વિદ્યાના વારાણસી જેવા વડોદરાની શિક્ષણ સુવિધાઓમાં બે ઉચ્ચતમ શિક્ષણ સંસ્થાઓના ઉમેરાનો માર્ગ ખુલશે અને આ દિવસ વડોદરાના ઉજ્જવળ ઇતિહાસમાં અંકિત થઈ જશે.

આ પણ વાંચોઃ જૂઓ, યુવા કલાકારોએ PMના આગમન પહેલા કઈ રીતે આખા શહેરને ઉતારી દીધું ચિત્ર પર

હરિયાળા પરિસરમાં અદ્યતન સુવિધાઓ - રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રધાનમંડળના સદસ્યોની ઉપસ્થિતિમાં આ શિલાન્યાસ થશે. શિક્ષણ સુવિધાને વ્યાપક બનાવવાના સંકલ્પ હેઠળ ગુજરાત સરકારે આ નવા વિદ્યાધામના નિર્માણ માટે કુંઢેલા નજીક કરોડોમાં કિંમત અંકાય એવી 100 એકર જેટલી વિશાળ જમીન ફાળવી છે.તો ભારત સરકારે આ નવીન વિશ્વવિદ્યાલય માટે સુવિધાસંપન્ન પરિસરના નિર્માણ માટે રૂપિયા 743 કરોડ મંજૂર કર્યા છે. અઢી હજાર વિદ્યાર્થીઓ વૈશ્વિક માપદંડો પ્રમાણેનું શિક્ષણ આ વિદ્યાધામમાં લઈ શકે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પ્રવેશતા જ ગુજરાતની અસ્મિતા અને વૈવિધ્યથી ભરેલી સંસ્કૃતિનો આપોઆપ પરિચય મળી જાય એવું ભવ્ય પ્રવેશદ્વાર બનવાનું છે. હરિયાળા પરિસરમાં અદ્યતન સુવિધાઓ હેઠળ નિવાસી શિક્ષણની વ્યવસ્થા એ અહીંની આગવી વિશેષતા બનશે.

શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન - આ વિશ્વવિદ્યાલયમાં સંખ્યાબંધ વિદ્યાશાખાઓનું ઉત્તમ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની રૂપરેખા ઘડવામાં આવી છે. તેના પ્રમાણે રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, નેનો સાયન્સ, પર્યાવરણ અને સમપોષક વિકાસ, પ્રયુક્ત સામગ્રી (એપ્લાઇડ મટીરીયલ)વિજ્ઞાન, માનવિકી (હ્યુમેનીટી) અને સામાજિક વિજ્ઞાન, ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સંબંધો, પ્રવાસી અધ્યયન (ડાયાસ્પોરા સ્ટડીઝ) અને પુસ્તકાલય વિજ્ઞાન તેમજ શિક્ષણ શાસ્ત્ર વિદ્યાશાખાના બહુઆયામી શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.

આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit : વર્ષો પછી પીએમ મોદી અહીં કરશે દર્શન, અન્ય કયા કાર્યક્રમ ગોઠવાયાં તે જાણો

આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રયોગશાળાઓ - આ વિશ્વવિદ્યાલયના ભાગરૂપે પુસ્તકો, સામયિકો, ડિજિટલ અને ઈ-રિસોર્સિસથી સમૃદ્ધ પુસ્તકાલય અને વિશાળ વહીવટી ભવન અહી નિર્માણ પામશે. તેની સાથે વિવિધ બહુહેતુક ભવનો, અતિથિ ગૃહ, છોકરા અને છોકરીઓ માટે સુવિધાસભર છાત્રાઆવાસો અને અતિ અદ્યતન સંશોધનો શક્ય બનાવતી આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રયોગશાળાઓ, મલ્ટી મીડિયા ફેસિલિટીઝ સાથેના વ્યાખ્યાન ખંડોનો નિર્માણ આયોજનમાં સમાવેશ થાય છે.

વડોદરા નજીક ગુજરાતની પહેલી સેન્ટ્રલ યુનિવર્સિટી બનશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે વડોદરામાં જેના નિર્માણનો શિલાન્યાસ કરવાના છે એ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત - ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ગુજરાતની પહેલી સેન્ટ્રલ યુનિવર્સિટી બનશે. પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં દેશમાં કુલ 54 કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો શિક્ષણ પ્રદાન કરી રહ્યાં છે. દેશના 15 રાજ્યોમાં આ વિશ્વવિદ્યાલયો કાર્યરત કરવામાં આવ્યા છે. કુંઢેલા સી.યુ.જી.નું ટ્રાન્જીટ હેડ ક્વાર્ટર પ્રથમ ગાંધીનગર રાખવામાં આવ્યું છે જે પરિસર નિર્માણ પછી આ સ્થળે ખસેડવામાં આવશે. દેશના તમામ રાજ્યોના વિદ્યાર્થીઓ હાલની સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવે છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓનું પ્રમાણ અંદાજે 20 ટકા જેટલું હોવાનું અનુમાન છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.