અમદાવાદઃ દેશના વડાપ્રધાન અમેરિકા પ્રવાસે છે. જ્યા તેઓ અલગ અલગ ઉદ્યોગ પતિઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમને ભારતમાં રોકાણ કરવાની ઈચ્છા પણ દર્શાવી હતી. પરંતુ બધામાંથી ખાસ વાત તેમની વ્હાઈટ હાઉસમાં ત્યાં સેફ દ્વારા તૈયાર કરવામાં આવેલ બાજરીમાંથી તૈયાર કરવામા આવેલ શુદ્ધ શાકાહારી ભોજન. આવો જાણીએ તેમને માણેલા ભોજનમાંથી એક વાનગી જે આપણે ઘરે કેવી રીતે આસાનીથી બનાવી શકીએ છીએ.
સિમ્પલ અને ક્લાસિક ડીશ: સેફ પ્રણવ જોષીએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે જમવાનું પીરસવામાં આવશે. એમાંથી એક કોર્ન સલાડ છે જે ખૂબ જ સિમ્પલ છે. પરંતુ તે એક જ ક્લાસિક ડીશ છે. આ ડિશ બનાવવા માટે સામાન્ય રીતે મકાઈને ગ્રીલ કરવામાં આવશે. ત્યારબાદ મકાઈના જે દાણા હોય છે તેને અલગ કરવામાં આવશે. તરબૂચ અને કેપ્સીકમ સાથે આ બધી વસ્તુઓને લેટીસની સાથે મિક્સ કરવામાં આવે છે. આ સાથે જ એમાં એવોકાડોનું ડ્રેસિંગ બનાવીને તેમાં મિક્સ કરવામાં આવશે. આ ફળમાં ભરપૂર પ્રમાણમાં ફેટ હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
કોર્નનું સલાડ કેવી રીતે બનાવાય: સૌપ્રથમ ગ્રીલ કરેલી મકાઈ લઈને તેના દાણાને અલગ પાડીને એક બાઉલમાં મૂકી કાઠી લેવા..આ સલાડ બનાવવાની રેસીપી જોઇએ તો આ સલાડ માટે ત્રણ પ્રકારના જે કેપ્સીકમ આવે છે. લાલ, લીલા અને પીળા એનું ખૂબ જ ઝીણું કટીંગ કરવાનું રહે છે. ત્યારબાદ આ સલાડમાં ખૂબ જ ઝીણી સમારેલી કાકડી પણ કાપીને નાખી શકાય છે. આ સાથે જ બ્રોકોલી પણ આમાં એડ કરી શકાય છે. તરબૂચના ખૂબ જ ઝીણા ઝીણા ટુકડા કરી તે પણ આ સલાડમાં ઉમેરવામાં આવે છે. આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી દેવાની હોય છે. આ બધી વસ્તુને બરાબર મિક્સ કર્યા બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, તીખા મરચા બધી જ વસ્તુઓ બરાબર માત્રામાં નાખીને સલાડને મિક્સ કરવુ આ સાથે જ આમાં વધારે ટેસ્ટ માટે ઝીણી સુધારેલી ડુંગળી પણ સમારીને નાખી શકાય છે.