ETV Bharat / state

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગરનાળાના કારણે લોકો હેરાન પરેશાન - People are annoyed

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા વિસ્તારને જોડતાં ગરનાળાનું કામ બે વર્ષથી ચાલી રહ્યું છે. કોરોના અને વરસાદના કારણે કામની ગતિ વધુ ધીમી થઈ ગઈ છે. જે કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ગરનાળું
ગરનાળું
author img

By

Published : Jun 12, 2020, 2:39 AM IST

અમદાવાદ: શહેરના પશ્ચિમ ભાગનો સૌથી ઝડપી વિકાસ થઇ રહેલા એસ. જી. હાઇવેને અડીને આવેલા ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા વિસ્તારને જોડતું રેલવેનું એક ગરનાળું આવેલું છે. આ વિસ્તારોમાં સરળતાથી જવા માટે આ નાનકડું ગરનાળું ટ્રાફિકનો મોટો ભાર વેઠી રહ્યું છે.

પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગરનાળાના કારણે લોકો હેરાન પરેશાન

વહેલી સવારથી મોડી રાત સુધી હજારોની સંખ્યામાં લોકો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં અવરજવર કરે છે. આ વિસ્તારોની વધતી વિશાળતા, વધતાં વાહન વ્યવહારને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. એમાંય ચોમાસામાં રેલવેનું ગરનાળું ભરાઈ જતાં હજારો વાહન ચાલકોને ત્રણથી ચાર કિલોમીટરની વધારાની મજલ કાપવી પડે છે.

મહત્વની વાત એ છે કે, એકદમ બાજુમાં જ એક નાનો અંડરપાસ છેલ્લા બે વર્ષ કરતા વધારે સમયથી તેનું કામ ચાલી રહ્યું છે. આ વિસ્તારમાંથી પસાર થતા લોકો કાગડોળે આ અંડરપાસ તૈયાર થવાની રાહ જોઈ રહ્યા છે. પહેલેથી જ ધીમી ગતિએ ચાલતા કામ પર કોરોના વાઇરસ અને વરસાદનું ગ્રહણ લાગી ગયું છે.

વરસાદના પાણી ભરાયેલા નાનકડા ગરનાળામાંથી પસાર થતાં હજારો લોકો નવું ગરનાળું ક્યારે બનશે અને ખુલશે એની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવેની કામ કરવાની ધીમી ગતિ અને સંયોજનના અભાવે દરરોજ હજારો વાહન ચાલકો હેરાન થઇ રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.