ETV Bharat / state

એક જ વ્યકિતના બે પાસપોર્ટ હોવાથી પાસપોર્ટ ઓફિસે રિન્યુ કરવાની ના પાડતા હાઈકોર્ટમાં રિટ દાખલ

અમદાવાદ: એક જ સમયે એક જ વ્યકિતના સરખા સરનામા અને નામ સાથે પાસપોર્ટ હોવાનું સામે આવતા પાસપોર્ટ અધિકારી દ્વારા રિન્યુ કરવાની ના પાડતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. જસ્ટીસ એ.વાય. કોગ્જે કેસના ગણુદોષમાં જવાનો ઈન્કાર કરતા સતાધિશ પક્ષને બે સપ્તાહમાં પાસપોર્ટના રિન્યુઅલ મુદ્દે નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો.

file photo
author img

By

Published : Sep 26, 2019, 10:31 PM IST

અમદાવાદ પાસપોર્ટ કચેરીએ અરજદારને બરેલીથી તેમના નામે અન્ય એક પાસપોર્ટ હોવાનું કારણ આપીને ઓરીજનલ પાસપોર્ટ રિન્યુ ન કરતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. હાઈકોર્ટમાં અરજદાર તરફે રજુઆત કરવામાં આવી હતી કે તેઓ અમદાવાદના વતની છે અને તેમણે બરેલી સાથે કોઈ સંબંધ નથી. અમદાવાદ પાસપોર્ટ કચેરી દ્વારા જ પાસપોર્ટ ઈશ્યુ કરવામાં આવ્યો હતો. પરંતુ, જ્યારે બનાવવા માટે આપ્યું હશે ત્યારે એજન્ટ દ્વારા દસ્તાવેજનો દુર-ઉપયોગ કરીને આ ગુનો આચરવામાં આવ્યો હોવાની શંકા વ્યકત કરી હતી. આ મુદ્દે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજદાર દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

મળતી માહીતી મુજબ અરજદાર પોતાનો પાસપોર્ટ રિન્યુ કરાવવા માટે અમદાવાદ પાસપોર્ટ ઓફિસ પહોચ્યા હતાં, ત્યારે તેમને જાણ થઈ કે તેમના નામે બરેલીમાં પણ એક પાસપોર્ટ ઈશ્યું થયું છે. તેને આધાર રાખીને પાસપોર્ટ ઓફિસ દ્વારા અરજદારના ઓરીજનલ પાસપોર્ટ રિન્યુ કરવાની ના પાડી હતી. જે બાદ તેને પડકારતી રિટ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

Intro:એક જ સમયે એક જ વ્યકિતના સરખા સરનામા અને નામ સાથે પાસપોર્ટ હોવાનું સામે આવતાં પાસપોર્ટ અધિકારી દ્વારા રિન્યુ કરવાની ના પાડતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાતા જસ્ટીસ એ.વાય. કોગ્જે કેસના ગણુદોષમાં જવાનો ઈન્કાર કરતા સતાધિશ પક્ષને બે સપ્તાહમાં પાસપોર્ટના રિન્યુઅલ મુદે નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો....Body:અમદાવાદ પાસપોર્ટ કચેરીએ અરજદારને બરેલીથી તેમના નામે અન્ય એક પાસપોર્ટ હોવાનું કારણ આપીને ઓરીજનલ પાસપોર્ટ રિન્યુ ન કરતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. હાઈકોર્ટમાં અરજદાર તરફે રજુઆત કરવામાં આવી હતી કે તેઓ અમદાવાદના વતની છે અને તેમણે બરેલી સાથે કોઈ સંબંધ નથી. અમદાવાદ પાસપોર્ટ કચેરી દ્વારા જ પાસપોર્ટ ઈશ્યુ કરવામાં આવ્યો હતો પરતું જ્યારે બનાવવા માટે આપ્યું હસે ત્યારે એજન્ટ દ્વારા દસ્તાવેજનો દુર-ઉપયોગ કરીને આ ગુનો આચરવામાં આવ્યો હોવાની શંકા વ્યકત કરી હતી..આ મુદે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજદાર દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.....Conclusion:આ સમગ્ર કેસની વિગત એવી છે કે અરજદાર પોતાનો પાસપોર્ટ રિન્યુ કરાવવા માટે અમદાવાદ પાસપોર્ટ ઓફિસ પહોચ્યા ત્યારે તેમને જાણ થઈ કે તેમના નામે બરેલીમાં પણ એક પાસપોર્ટ ઈશ્યું કરેલી હોય તેમ જાણવા મળ્યું છે અને તેને આધાર રાખીને પાસપોર્ટ ઓફિસ દ્વારા અરજદારના ઓરીજનલ પાસપોર્ટ રિન્યુ કરવાની ના પાડી હતી...જેને પડકારતી રિટ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.