અમદાવાદ કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાની (Congress Parivartan Sankalp Yatra ) તમામ માહિતી આપતા કોંગ્રેસ પ્રમુખ (Gujarat Congress President) જગદીશ ઠાકોરને જણાવ્યું હતું કે, આ પરિવર્તન યાત્રામાં કોંગ્રેસ 182 વિધાનસભાને આવરી લેશે. જેમાં અમે 4.50 કરોડ લોકો સુધી પહોંચી છે. આ યાત્રા દરમિયાન બાદ 32 જેટલા સ્વાગત પોઈન્ટ (Welcome Points in Parivartan Sankalp Yatra) પણ રાખવામાં આવ્યા છે. 95 જેટલી રેલીઓ મહાનગરપાલિકામાં નીકળશે. 145 જેટલી જાહેસ સભાઓ થશે. આ સાથે દસ લાખ કાર્યકરોને વિવિધ જવાબદારીઓ શોધીને કાર્યક્રમની તૈયારી કરવામાં આવી છે.
ગુજરાતમાં આ પાંચ રૂટ ઉપર જે પરિવર્તન યાત્રા નીકળવાની છે. જેમાં ભુજથી રાજકોટ યાત્રાનું પ્રારંભ દિગ્વિજયસિંહના હસ્તે, સોમનાથથી અમદાવાદ યાત્રાનો પ્રારંભ બી. કે હરિપ્રસાદના હસ્તે વડગામથી ગાંધીનગર યાત્રાનું પ્રારંભ અશોક ગેહલોતના હસ્તે, ફાગવેલથી વડોદરા યાત્રાનો પ્રારંભ સચિન પાયલોટના હસ્તે અને જંબુસરથી ઉમરગામ યાત્રાનું પ્રારંભ પવન ખેરાના હસ્તે કરવામાં આવશે.
મોંઘવારીએ સંકલ્પ યાત્રાનો મુખ્ય મુદ્દો આ યાત્રામાં 5432 કી.મીનું અંતર કાપવામાં આવશે. આ સાથે જ આ યાત્રા દરમિયાન મોંઘવારીએ સંકલ્પ યાત્રાનો મુખ્ય મુદ્દો (Inflation main issue of Congress Sankalp Yatra) રહેશે. સામાજિક સંગઠનને જોડવાની પણ યાત્રા કરવામાં આવશે. યાત્રા દરમિયાન ઘણા બધા લોકો જોડાશે. જેમાં વેપારી વર્ગ, સામાન્ય વર્ગ અને તમામ લોકોના પ્રશ્નોને પણ સાંભળવામાં આવશે. તેમને પૂરા પણ કરવામાં આવશે.
કોંગ્રેસ પક્ષના 10 લાખથી વધુ કોંગ્રેસના કાર્યકર્તા સમગ્ર ગુજરાતમાં યોજાનાર પાંચ પરિવર્તન સંકલ્પ યાત્રામાં કોંગ્રેસ પક્ષના 10 લાખથી વધુ કોંગ્રેસના કાર્યકર્તા વ્યાપક પ્રચાર યાત્રા દરમિયાન કરવામાં આવશે. વિશાળ જન સંપર્ક માટેની આ યાત્રામાં કોંગ્રેસ પક્ષના અશોક ગહેલોથી કમલનાથ સચિન પાયલોટ વગેરે વરિષ્ઠ નેતાઓ પરિવર્તન સંકલ્પ યાત્રામાં જોડાશે.