અમદાવાદ: ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2023 માટે રાષ્ટ્રપતિએ 106 પદ્મ પુરસ્કાર એનાયત કરવાની મંજૂરી આપી છે. આ યાદીમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મભૂષણ અને 91 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. 19 પુરસ્કાર વિજેતા મહિલાઓ છે. ત્યારે આ પુરસ્કાર મેળવવાનારાઓમાં ગુજરાતના 10 મહાનુભાવોનો સમાવેશ થયો છે.
શાલ ઓઢાડીને ખાસ સન્માન: ગુજરાતમાં પદ્મવિભૂષણ બાલકૃષ્ણ દોશી (મરણોત્તર)ને જ્યારે પદ્મશ્રી ભાનુભાઈ ચિતારા, હીરાભાઈ લોબી અને પદ્મભૂષણમાં કમલેશ પટેલ, હેમંત ચૌહાણ, હરીઝ ખંભાતા (મરણોત્તર), મહિપત કવિ, ડૉ. મહેન્દ્રપાલ અને પરેશ રાઠવાના નામની જાહેરાત કરાઈ છે. પદ્મ શ્રી મેળવનાર ભાનુભાઈ ચિતારા તેમજ પદ્મભૂષણ મેળવનાર કવિ મહિપત હર્ષની લાગણી અનુભવી હતી. અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં બંને મહાનુભાવો એ ખાસ હાજરી આપી હતી અને પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા તેઓનું શાલ ઓઢાડીને ખાસ સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો Padma Awards 2023: કુલ 106 હસ્તીઓને પદ્મ એવોર્ડને સન્માનિત કરાશે, 10 ગુજરાતી
કોણ છે પદ્મ પુરસ્કૃત મહાનુભાવો?: એવોર્ડ મેળવનારામાં અમદાવાદના મહિપત કવિએ વર્ષ 1975માં ગુજરાતમાં પપેટ્સ અને નાટકની સ્થાપના કરી હતી. મૂળ લેખક કઠપૂતળી સંગીતકાર તથા સારા અનુવાદક છે અને તેઓ વ્યવસાય શિક્ષક છે. તેમણે સૌથી વધારે કઠપૂતળીના નાટક લખેલા છે. ભાનુભાઈ ચિતારા કલમકારી કળાના સાતમી પેઢીના કલાકાર છે. જેમણે ભારત દેશની 400 વર્ષ જૂની માતાજીની પચેડી કળાની જીવતી રાખી છે. આ માટે તેમણે પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી છે. રામાયણ અને મહાભારતની કથાને એક સ્વતંત્ર ચિત્ર રૂપે જીવંત કરતી આ કળા છે.
આ પણ વાંચો પદ્મ પુરસ્કાર મેળવનાર ગુજરાતીઓની અનોખી કહાણી
પદ્મ પુરસ્કૃત થતા ખુશી વ્યક્ત કરી: આ પ્રસંગે ભાનુભાઈ ચિતારા એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મને આ સન્માન આપવામાં આવ્યું છે, જેના કારણે ખૂબ જ ખુશ છીએ આ કળા 700 વર્ષ જૂની છે. અને લુપ્ત થવાની કગાર પર હતી, તેવામાં પદ્મશ્રીથી અમારું સન્માન થયું છે જેના માટે અમે ખૂબ જ આભારી છીએ. પદ્મ પોષણ મેળવનાર કવિ મહિપતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હું જે કામ કરું છું તે સામાજિક શિક્ષણનું કામ છે. હું જે મદદ કરું છું તે પપેટ મારફતે કરું છું કારણ કે પપેટને લોકો કટપુતળી સમજે છે પરંતુ એ કટપુતળી નથી તે માણસોના જીવનનું પ્રતિબિંબ છે.