ETV Bharat / state

પાટડી તાલુકાની રાશનની દુકાનોમાં ઓનલાઇન સિસ્ટમ ખોરવાઇ, ગ્રાહકોમાં નિરાશા - રાશનની દુકાનો

પાટડી તાલુકાની રાશનની દુકાનોમાં ઇન્ટરનેટ કનેકટીવિટી ન હોવાના કારણે ઓનલાઈન સીસ્ટમમાં ખામી સર્જાઇ છે. જેના કારણે તાલુકાના 889 ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગ્રાહકો મેન્યુઅલ રીતે અનાજ આપવા માગ કરી રહ્યા છે.

ahmdabad
ahmdabad
author img

By

Published : Oct 25, 2020, 4:13 PM IST

• પાટડી તાલુકાની રાશનની દુકાનોમાં ઓનલાઈન સિસ્ટમ ખોરવાતા ગ્રાહકોને ટિકિટ મળતી નથી
• તાલુકાના 89 ગ્રામજનોને ભારે હાલાકી
• ટિકિટ મેન્યુઅલ રીતે બનાવીને અનાજ આપવા ગ્રાહકનો આગ્રહ

વિરમગામ: પાટડી તાલુકાની તમામ સસ્તા રાશનની દુકાનોમાં ઓનલાઈન સિસ્ટમ ખોરવાતા રાશન વિતરણ પ્રક્રિયા ઠપ થય છે. પાટડીના 89 ગામોની જનતાને અનાજ ન મળતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઇન્ટરનેટ કનેક્ટીવીટી ન હોવાના કારણે જો કોઈ દિવસ ટિકિટ ન નિકળે તો મેન્યુઅલ રીતે અનાજ આપવા ગ્રાહકો માગ કરી રહ્યા છે.

પાટડી તાલુકાની રાશનની દિકાનોમાં ઓનલાઇન સિસ્ટમ ખોરવાઇ

ગ્રામજનોને ભારે હાલાકી

પાટડી તાલુકાની રાશનની દુકાનોમાં ઓનલાઈન સીસ્ટમ ખોરવાઇ જવાથી લોકોને અનાજનો જથ્થો મળી રહ્યો નથી, જેથી રાશનની દુકાનોમાં અનાજનો પણ ભરાવો થઈ રહ્યો છે. ગ્રાહકોની ફરિયાદો છે કે, મોટાભાગના દિવસે ઈન્ટરનેટ બંધ હોવાથી તેઓને ટિકિટ મળતી નથી. જેના કારણે તેઓને અનાજ લીધા વગર જ પાછુ જવું પડતું હોય છે. રાશનની દુકાનોમાં ઈન્ટરનેટ કનેક્ટીવીટીની સમસ્યા ખુબ મોટી હોવાનું ગ્રાહકોએ જણાવ્યું હતું. સરકારે દરેક રાશનની દુકાનોને ઈન્ટરનેટથી જોડીતો દિધા છે, પરંતું સ્થાનિક લોકોને આ કારણે પડતી તકલીફોનો કોઈ અંત નથી.

ગ્રાહકોમાં રોષ

પાટડીના રહિશે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, અનાજ લેવા પ્રથમ અંગુઠો એક મશીન પર મુકવાનો હોય છે. અંગુઠો સ્કેન થઈ જાય પછી એક ટિકિટ નીકળે, આ ટીકીટના આધારે અનાજ મળતું હોય છે. પરંતું હવે ઘણા દિવસ તો આ ટિકિટ મળી શકતી નથી. જ્યારે ગરીબ ગ્રાહકોનું કહેવું છે કે, ઈન્ટરનેટ કનેક્ટીવીટી ન હોવાના કારણે જો કોઈ દિવસ ટિકિટ ન નિકળે તો મેન્યુઅલ રીતે અનાજ આપવા બુમરાળ ઉઠવા પામી છે.

તંત્ર સામે સવાલ

સરકારે દરેક રાશનની દુકાનોને ઇન્ટરનેટથી જોડી દીધા છે પરંતુ લોકોને આના કારણે પડતી તકલીફોનો કોઈ અંત નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.