- હાથ બનાવટની રિવોલ્વર સાથે દિપક ઉર્ફે દિપો ઠાકોર ઝડપાયો
- અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી એ રિવોલ્વર સાથે યુવકને ઝડપી પાડયો
- આગળની વધુ તપાસ વિરમગામ ટાઉન પોલીસે હાથ ધરી છે
અમદાવાદ : વિરમગામ રૈયાપુર દરવાજા નજીક વોચ ગોઠવી ભારે જહેમતથી એક આરોપીને મશીન ક્ટ રિવોલ્વર કિંમત રૂ.10.000 ની કિંમતની દેશી હાથ બનાવટની રિવોલ્વર સાથે દિપક ઉર્ફે દિપો ઝવેરભાઈ ઠાકોરને ઝડપી પાડયો હતો. આગામી 31મી ડિસેમ્બર અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક કે.જી.ભાટીએ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવને ખાસ એક્શન પ્લાન બનાવી વાહન ચેકિંગ કરી પરિણામ લક્ષી કારીગીરી કરવા બદલ સુચના આપેલ હતી.
અલગ અલગ ટીમો બનાવી આગામી 31ડિસેમ્બર સુધી નાકાબંધી કરી વાહન ચેકિંગ કરવા સૂચના કરેલ
તેના ભાગરૂપે પો.સ.ઇ આર.એસ બાતમીના આધારે વિરમગામ રૈયાપુર દરવાજા નજીક વોચ ગોઠવી તે દરમિયાન બાતમીના આધારે એક હાથ બનાવટની દેશી રિવોલ્વર કિંમત રૂ.10.000 ઝડપી પાડેલ હતી.
દિપક ઉર્ફે દિપો દેશી રિવોલ્વર સાથે એલ.સી.બી એ ઝડપી લીધો
ઝડપાયેલ આરોપી દિપક ઉર્ફે દિપો ઝવેરભાઈ ઠાકોર ઉ.વ.33 રહેવાસી વિરમગામ મંગળવેલાના ડેલા પાસે ભૂતની ખડકીમાં રહે છે. તે રિવોલ્વર ક્યાંથી લાવ્યો અને શા માટે લાવ્યો તે અંગે વધુ તપાસ વિરમગામ ટાઉન પોલીસ દ્વારા હાથ ધરી છે. વિરમગામ રૈયાપુર દરવાજા નજીક હાથ બનાવટની રિવોલ્વર સાથે દિપક ઉર્ફે દિપોને ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.