ETV Bharat / state

હવે તમારૂ વોલેટ નકલી ચલણી નોટો ઓળખી જશે !

author img

By

Published : Oct 9, 2021, 3:07 PM IST

Updated : Oct 9, 2021, 6:43 PM IST

મોટી ચલણી (Currency note)નોટો સ્વીકારતી વખતે આપણા મનમાં હંમેશા એ ભાવ ઉત્પન્ન થાય છે કે, તે નોટ નકલી તો નહીં હોયને ? જ્યારે બેંકમાં મોટી કિંમતની ચલણી નોટ જમા કરાવવા જઈએ અને તેમાંથી એકાદ નોટ પણ નકલી નીકળી જાય તો આપણને દુઃખ અને ગુસ્સો એમ બન્નેનો અનુભવ થાય છે. પરંતુ હવે નકલી નોટની ઝંઝટમાંથી છુટકારો મળે તેવા દિવસો ખૂબ જ નજીક છે.

હવે તમારૂ વોલેટ નકલી ચલણી નોટો ઓળખી જશે !
હવે તમારૂ વોલેટ નકલી ચલણી નોટો ઓળખી જશે !

  • અમદાવાદના યુવકે બનાવ્યું સેન્સર યુક્ત વોલેટ
  • નકલી ચલણી નોટને ઓળખી નાખશે વોલેટ
  • વોલેટ બનાવવામાં ઇલેટ્રોનિક પાર્ટ્સનો ઉપયોગ કર્યો
  • પોકેટને 20થી 25 મિનિટ ચાર્જ કરતા તે 50 કલાક સુધી કામ આપે

અમદાવાદઃ અમદાવાદના આંબાવાડીમાં રહેતા અસીન વૈદ્યએ એવું વોલેટ બનાવ્યું છે કે, જેમાં ચલણી નોટ મુકતા જ તે નોટ કેટલી રકમની છે ? ચલણી નોટ(Currency note) અસલી છે કે નકલી તે પણ જણાવી દે છે. અસીન વૈદ્યએ ETVBharને જણાવ્યું હતું કે, પ્રજ્ઞાચક્ષુઓને નાણાકીય વ્યવહારમાં મદદરૂપ થવા, ચલણી નોટ ઓળખવામાં મદદરૂપ થવા અને ચલણી નોટ અસલી છે કે નકલી તેની જાણકારી મેળવવા તેમને આ વોલેટ બનાવ્યું છે. જેથી પ્રજ્ઞાચક્ષુઓને કોઈ છેતરી શકશે નહીં. જો કે આ વોલેટ સામાન્ય માણસોને પણ મદદરૂપ થશે.

2 વર્ષના રિસર્ચનું ફળ
અસીન વૈદ્યએ કર્ણાવતી યુનિવર્સિટીમાંથી પ્રોડક્ટ ડિઝાઈનિંગનો અભ્યાસ કરેલ છે. 2019માં કોલેજમાંથી પાસઆઉટ થયા બાદ તેમણે આ પ્રોજેકટ હાથ ઉપર લીધો. આ વોલેટ બનાવવામાં તેમણે સેન્સર, સ્પીકર્સ, બેટરી અને અન્ય ઇલેટ્રોનિક પાર્ટ્સનો ઉપયોગ કર્યો છે. આ પાર્ટ્સ તાઇવાન, જાપાન અને ચીનથી આવે છે. જેને અસેમ્બલ કરાય છે. આ વોલેટ બનાવવા પાછળ બે વર્ષ રિસર્ચ કર્યું છે અને હજી પણ તેમાં અપડેશન લાવી રહ્યા છે. આ પોકેટને 20થી 25 મિનિટ ચાર્જ કરતા તે 50 કલાક સુધી કામ આપે છે. અસીન વૈદ્યએ આ શોધની પેટન્ટ પેટન્ટ, કોપીરાઈટ અને ટ્રેડમાર્ક રજીસ્ટર કરાવેલ છે.

કેવી રીતે આ વોલેટ બનાવવાનો આવ્યો વિચાર ?અસીન વૈદ્યએ જણાવ્યું હતું કે, 2018માં તેમને કોલેજમાંથી અંધજન મંડળમાં એક દિવસના પ્રવાસે લઇ જવાયા હતા. જ્યાં સંપૂર્ણ એક દિવસ તેમને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ સાથે વિતાવવાનો હતો. જેનો હેતુ પ્રજ્ઞાચક્ષુઓને દિવસ દરમિયાનની પડતી તકલીફોનો અભ્યાસ કરી તેનો ઉકેલ શોધવાનો હતો. જેમાં અસીન વૈદ્યએ જોયું કે, અમદાવાદના અંધજન મંડળમાં એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને ચા ના પેમેન્ટના દસ રૂપિયાના ચૂકવવા માટે રૂપિયા 10ના મૂલ્યની નોટ ઓળખવામાં ખાસો વિલંબ થયો. ત્યારે તેમને આ પોકેટ શોધવાનો વિચાર આવ્યો.સરકારની કઈ સ્કીમનો અસીન વૈદ્યને મળ્યો લાભ ?આ પોકેટ અસીનભાઈની વેબસાઇટ તેમજ તેમની સહયોગી એનજીઓ દ્વારા ઉપલબ્ધ થશે. જો કે તેનું અપડેટેડ વર્ઝન ડિસેમ્બર મહિનામાં આવવાની શક્યતા છે. અસીને કહ્યું હતું કે, ગુજરાત સરકારની આ આઈ-હબ અને કેન્દ્ર સરકારની નિધિ પ્રયાસ સ્કીમની સહાય દ્વારા તેમને નાણાકીય અને ટેકનીકલ સહાય મળી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ: ચાલુ વર્ષ દરમિયાન અલગ અલગ બેંકમાંથી 22 લાખથી વધુ રકમની નકલી નોટ મળી આવી
આ પણ વાંચોઃ RBI નાણાકીય નીતિની સમીક્ષાની જાહેરાત કરશે, જાણો અર્થશાસ્ત્રીઓના અભિપ્રાય

Last Updated : Oct 9, 2021, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.