અમદાવાદ: 2015 માં સોની પર ફાયરિંગ કરી ખંડણી માંગવાનો કેસમાં ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને અમદાવાદ જાહેર કરીને 21 વર્ષની આકરી સજા ફટકારી છે. વિશાલ ગોસ્વામી એન્ડ ગેંગ પર થયેલા સંખ્યાબંધ ગુનાઓ પૈકીનો એક કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. આ કેસમાં 50 જેટલા સાક્ષી, પંચ અને તપાસ અધિકારી પીએસઆઈ રાજેશ સુવેરા સહિતના પોલીસ અધિકારીઓની જુબાની લેવામાં આવી છે.
21 વર્ષની સજા ફટકારી: અમદાવાદ શહેરમાં હત્યાના પ્રયાસ, ખંડણી સહિતના સંખ્યાબંધ ગુના આચરનારા કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી અને તેના સાગરીતોને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એપ્રિલ-2015માં ઉત્તરપ્રદેશ ખાતે ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યા હતા. તેના પર માર્ચ-2015માં અમદાવાદ શહેરમાં 50 લાખની ખંડણી માટે જવેલર્સની હત્યાનો પ્રયાસ કરવાનો કેસ અદાલતમાં ચાલી ગયો છે. આ કેસમાં આજે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટના ન્યાયાધીશ અંબાલાલ આર. પટેલ ચૂકાદો સંભળાવ્યો છે.
શું છે સમગ્ર કેસ: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં સી.એમ ઝવેરી નામના જવેલર્સનો શોરૂમ ધરાવતા મહેશભાઈ રાણપરાને 12 મે 2014 ના રોજ વિશાલ ગોસ્વામીએ ખંડણી માટે ફોન કર્યો હતો. પચાસ લાખ રૂપિયા માંગ્યા હતા. ફોન કર્યાના છ દિવસ બાદ ફરીથી જ્યારે ફરિયાદી મહેશભાઈ ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમની સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
'વિશાલ ગોસ્વામીને અમદાવાદ સેશન્સ કોર્ટે અલગ અલગ ગુનાઓ હેઠળ સજાઓ પાઠવી છે .જેમાં ઇન્ડિયન પીનલ કોડ 387 હેઠળ 7 વર્ષની સજા ,કલમ 507 હેઠળ 2 વર્ષની સજા, કલમ 294 હેઠળ 3 મહિનાની સજા અને કલમ 307 હેઠળ 10 વર્ષની સજા આમ્સ એક્ટ 25( 1) મુજબ 1 વર્ષની સજા, ગુજરાત પોલીસ એક્ટ હેઠળ 135 (1) મુજબ 1 વર્ષની સજા એમ કુલ 21 વર્ષ અને 3 મહિનાની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ વિશાલ ગોસ્વામીને 18000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.' -ચેતન કે. શાહ, સરકારી વકીલ
ગુનાહિત ઇતિહાસ: કોર્ટે અવલોકન કરતા જણાવ્યું હતું કે, આ માથાભારે માણસો છે. વિશાલ ગોસ્વામી અને અન્ય આરોપીએ ભેગા મળીને ભારતમાં કુલ 51 ગુનાઓ આચરેલા છે. આરોપીઓ સોના ચાંદીના વેપારીને ધમકી આપીને વારંવાર ખંડણી માંગતા હતા. આ લોકોના ડરના કારણે ઘણા લોકોએ ફરિયાદ પણ નોંધાવી નથી. આવા આરોપીને જો સમાજમાં છૂટો મૂકવામાં આવે અને સજા આપવામાં ના આવે તો ડર ફેલાવી શકે છે. વરસની સજા આવા લોકોને સજા કરવાથી વેપારીઓમાં પણ ભય નહીં રહે અને લોકો પોતાનો શાંતિથી ધંધો કરી શકશે.
ઉત્તર પ્રદેશથી ધરપકડ: મહત્વનું છે કે ,વિશાલ ગોસ્વામીની અમદાવાદમાં જુદા જુદા ઝવેરીઓને ફોન કરીને ધમકાવતો હતો અને તેમની પાસે ખંડણી માંગતો હતો. જોકે અલગ અલગ ઘટનાઓ પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી અને તેના સાગરીતોને પકડવા માટે પીએસઆઇ જે.એન ઝાલા દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની ધરપકડ ઉત્તર પ્રદેશથી કરવામાં આવી હતી.