ETV Bharat / state

મહેનત કરવા છતા પણ યોગ્ય સ્થાન ન મળતા લોકો વિદેશ જાય છે

author img

By

Published : Jan 24, 2022, 9:46 AM IST

Updated : Sep 1, 2022, 12:06 PM IST

અમદાવાદ સરદાર ધામમાં નવનિર્મિત ઈ લાયબ્રેરીના ઉદ્ધાટન પ્રસંગે નિતીન પટેલે નિવેદન આપ્યું કે દેશમાં મહેનત કરવા છતા પણ યોગ્ય સ્થાન ન મળતા લોકો વિદેશ જાય છે. જો કે આ નિવેદનમાં આડકતરી રીતે ભાજપ પર પણ પ્રહાર કર્યા હતા.

મહેનત કરવા છતા પણ યોગ્ય સ્થાન ન મળતા લોકો વિદેશ જાય છે : નીતિન પટેલ

અમદાવાદ : અમેરિકા અને કેનેડાની બોર્ડર પર 4 ગુજરાતના પાટીદાર ભાઈ બહેનોના ઠંડીમાં ઠુંઠવાતા મૃત્યુ નિપજ્યા હતા. જેને લઈ પૂર્વ નાયબ પ્રધાન નીતિન પટેલે (Former Deputy Minister Nitin Patel) કહ્યું કે, અમેરિકા જેવા દેશમાં જવા લાખો લોકો પ્રયાસ કરે છે. કેટલાક લોકો ટૂંકો રસ્તો શોધી ગેરકાયદે જવાનો પ્રયાસ કરે છે. પરંતુ સરકાર એવી તક ઉભી કરે કે લોકોને વિદેશનો મોહ ઓછો થઈ જાય અને અહીં ભારતમાં અભ્યાસ અને કામકાજ કરી શકે.

આડકતરી રીતે ભાજપ પર કર્યો પ્રહાર

નીતિન પટેલે વધુમાં કહ્યું કે, ભારતમાં એટલે આપણે ત્યાં લોકોને પૂરતી તકો મળતી નથી. તેથી ગમે તે રીતે વિદેશ જવા માટે પ્રયત્ન કરે છે. તેમાં ગેરકાયદે રીતે ઘૂસવા જતાં કેનેડામાં બની એ પ્રકારની ઘટના બને છે. જો કે કટાક્ષના મીઠા વેણમાં નીતિન પટેલે આડકતરી રીતે ભાજપના શસાન પર દોષનો (Nitin Patel Attack on BJP) ટોપલો ઢોળ્યો છે.

પૂર્વ નાયબ પ્રધાને ઘરની પણ કેટલીક વાતો પ્રજાને કરી

નીતિન પટેલ વધુમાં કહ્યું કે, હાલ હમણા મારા ઘરમાં (Nitin Patel Family) એક મીઠો વિવાદ ચાલે છે. કચ્છનુ સફેદ રણ જોવા જવાનો. તમે નહિ માનો પણ મારે કહેવુ છે કે, ભલે અમિતાબ બચ્ચને ગમે તેટલી જાહેરાત કરી હોય પણ મારી પત્નીએ હજી સુધી કચ્છનુ સફેદ રણ જોયું નથી. પહેલા રાજકીય કામકાજ દરમિયાન કંઈને કંઈ ચાલ્યા જ કરતુ હતું. આ તો ભલુ થયુ ભગવાનનુ કે હવે થોડો ટાઈમ આપ્યો છે, હવે બધે માણવાનો સમય મળશે, મારા ત્રણ પૌત્રો છે. જેમાં મારી 11 વર્ષની પૌત્રી સાથે અડધો કલાક ક્યારે સમય કાઢ્યો હોય તે મને ખ્યાલ નથી, હવે મને તેની સાથે ફરવાનો સમય મળશે. હુ જઉ ત્યારે સ્કૂલે ગઈ હોય અને આવુ ત્યારે ઊંઘી ગઈ હોય. પણ હવે બાકીના બે પૌત્રો સાથે સમય કાઢવાની મને અનુકૂળતા મળી છે.

તક ન મળતી હોવાથી લોકો મોટા ખર્ચાઓ કરી વિદેશ જાય છે - નીતિન પટેલ

કેનેડામાં કલોલનો પટેલ પરિવાર લાપતા થવાને લઇને જણાવ્યું કે, તેમને દેશમાં યોગ્ય તક ન હોવાથી લોકો વિદેશ જતા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. દેશમાં મહેનત કર્યા બાદ પણ સ્થાન ન મળતા લોકો જોખમ લઇને વિદેશ જાય છે. ભારત દેશમાં નોકરી ધંધા મર્યાદિત હોવાથી લોકો વિદેશમાં જાય છે. આમ, નીતિન પટેલે મીઠા વેણે ભાજપના શસાન પર પ્રહાર કર્યા હતા.

આ પણ વાંચોઃ PM Modi સાથેની મુલાકાત બાદ Nitin Patel ને કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવના

આ પણ વાંચોઃ UP Assembly Election 2022: ઉત્તર પ્રદેશમાં વિજય મેળવવો ભાજપ માટે જરૂરી, જો હારશે તો દિલ્હીની ગાદી મુકાશે મુશ્કેલીમાં!

Last Updated : Sep 1, 2022, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.