ETV Bharat / state

Ghazwa-E-Hind Case: ગજવા-એ-હિંદ કેસને લઈને NIA પહોંચી ગુજરાત, બોટાદ-સુરત-વલસાદમાં દરોડા - નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા સર્ચ ઓપરેશન

ગજવા-એ-હિંદને લઈને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ગુજરાતના 3 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. NIAની તપાસમાં મોબાઈલ અને સીમકાર્ડ સહિતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

ગઝવા હિંદ કેસને લઈને NIA પહોંચી ગુજરાત
ગઝવા હિંદ કેસને લઈને NIA પહોંચી ગુજરાત
author img

By

Published : Mar 23, 2023, 8:42 PM IST

અમદાવાદ: ગજવા-એ-હિંદને લઈને ગુજરાતમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ મામલે દેશમાં કુલ સાત સ્થળો સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ગુજરાતના 3 સ્થળો પર NIA દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાઇ રહ્યું છે. ગુજરાતમાં બોટાદના રાણપુર અને વાપી સુરતમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: Reaction to Rahul Gandhi Case Verdict: માનહાનિના કેસમાં દોષિત રાહુલ ગાંધી કેસ પર નેતાઓએ આપી પ્રતિક્રિયા

ગુજરાતમાં ત્રણ જગ્યાએ દરોડા: મહત્વનું છે કે આ મામલે NIAની તપાસમાં મોબાઈલ અને સીમકાર્ડ સહિતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. બોટાદના રાણપુરમાં અફસર અબ્દુલ વૈદ, સુરતમાં મોહમદ સોહેલ, વાપીમાં ફરાઝ ખાનના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. NIA દ્વારા સ્થાનિક પોલીસ અને એસઓજીને પણ જોડે રાખવામાં આવી છે.

આ પણ વાંચો: Rahul Gandhi Case: રાહુલ ગાંધીને દોષી જાહેર કરતા કોર્ટે કહ્યું, સંભાળીને બોલવું જોઈતું હતું આ ગંભીર ગુનો

સર્ચ ઓપરેશન શરૂ: ગુજરાત સિવાય મધ્યપ્રદેશના ગ્વાલિયર, મહારાષ્ટ્રમાં નાગપુરમાં પણ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આતંકીઓ સાથે સંબંધ રાખવા મામલે આ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ મામલે NIA દ્વારા આગામી સમયમાં અન્ય જગ્યાઓ પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.

શું છે 'ગજવા-એ-હિંદ': જ્યારે કોઈ મુસ્લિમ દેશ અથવા સંગઠન ભારતમાં ઈસ્લામ સ્થાપિત કરવા માટે અભિયાન ચલાવે છે. ત્યારે તેને 'ગજવા-એ-હિંદ' હેઠશ આતંકી પ્રવૃતિઓ કહેવામાં આવે છે. દિલ્હીમાં 2022ના વર્ષ દરમિયાન 'ગજવા એ હિન્દ' આતંકી પ્રવૃત્તિ હેઠળ ગુજરાત, નાગપુર અને ગ્વાલિયરમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. યુવકો સોશિયલ મીડિયા અથવા તો અન્ય કોઈ રીતે આવા આતંકી સંગઠનનો સાથે સંપર્ક કરતા હોય છે. ઘણી વખત સોશિયલ મીડિયામાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને ઉશ્કેરણી માટે પણ પોસ્ટ કરતા હોય છે. આવી તમામ બાબતો ઉપર NIA નજર રાખતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.