ETV Bharat / state

Ahmedabad Police New Officer : જાણો અમદાવાદના નવા જોઈન્ટ CP કોણ ? 4 ઝોનના DCP પણ મળ્યા નવા...

રાજ્યના 70 IPS અધિકારીઓની હાલમાં જ બદલી કરવામાં આવી છે. જેમાં ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં અને શહેરમાં સિનિયર આઈપીએસ અધિકારીઓની બદલીઓ થઈ છે. અમદાવાદ શહેર પોલીસને જાંબાઝ કમિશનર જી.એસ મલિક મળ્યા છે. જેઓ આવતા સપ્તાહમાં શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળશે. અમદાવાદમાં પોલીસ કમિશનરની સાથે બન્ને સેક્ટરના જેસીપી અને 4 ઝોનના ડીસીપી પણ નવા મળ્યા છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 29, 2023, 9:25 PM IST

અમદાવાદ : રાજ્યના 70 IPS અધિકારીઓની હાલમાં જ બદલી કરવામાં આવી છે. જેમાં ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં અને શહેરમાં સિનિયર IPS અધિકારીઓની બદલીઓ થઈ છે. અમદાવાદ શહેર પોલીસને જાંબાઝ કમિશનર જી.એસ મલિક મળ્યા છે. જેઓ આવતા સપ્તાહમાં શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળશે. અમદાવાદમાં પોલીસ કમિશનરની સાથે બન્ને સેક્ટરના JCP અને 4 ઝોનના DCP પણ નવા મળ્યા છે.

સેક્ટર 1 JCP : અમદાવાદનાં સેક્ટર 1 અને 2 JCP તેમજ અલગ અલગ ઝોનના DCP બદલીઓ કરવામાં આવી છે. જેમાં વિગતવાર વાત કરવામાં આવે તો અમદાવાદનાં સેક્ટર 1 JCP નીરજકુમાર બડગુજર હતા, તેઓને JCP ક્રાઈમમાં બદલી કરવામાં આવી છે. તેઓની જગ્યાએ પંચમહાલનાં રેન્જ DIG ચીરાગ મોહનલાલ કોરડીયાને સેક્ટર 1 JCP તરીકે નિયુક્ત કરાયા છે.

કોણ છે ચિરાગ કોરડીયા ? ચિરાગ કોરડિયા વર્ષ 2006 ની બેચના IPS છે. તેઓએ MSc (ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી) કર્યું છે. તેઓ મૂળ અમદાવાદનાં વતની છે. તેઓએ વડોદરા ટ્રાફિકમાં એડીશનલ CP તરીકે ફરજ નિભાવી છે. તેમ જ ગાંધીધામનાં SP હતા. તેઓ CM અને VIP સિક્યુરીટીમાં વડા તરીકે કામ કરી ચુક્યા છે.

સેક્ટર 1 અને 2 JCP
સેક્ટર 1 અને 2 JCP

સેક્ટર 2 JCP : અમદાવાદમાં સેક્ટર 2 JCP એમ.એસ ભરાડા હતા. જેઓની ઈન્ટેલીજન્સ-1 માં IG તરીકે ગાંધીનગરમાં બદલી થઈ છે. તેઓની જગ્યાએ ગાંધીનગરમાં એડમીનીસ્ટ્રેશમાં IG તરીકે ફરજ બજાવતા બ્રજેશકુમાર ઝાને સેક્ટર 2 JCP તરીકે નિયુક્ત કરાયા છે.

કોણ છે બ્રજેશકુમાર ઝા ? બ્રજેશકુમાર ઝા મૂળ ઝારખંડના વતની છે. તેઓએ અભ્યાસમાં B.sc (Hons.) chemistry, M.sc Chemistry સુધી અભ્યાસ કર્યો છે. વર્ષ 1999 ની બેચના તેઓ IPS છે. અગાઉ તેઓ ગાંધીનગરમાં IG એડમીનીસ્ટ્રેશન તરીકે તેમજ જૂનાગઢ રેન્જના DIG તરીકે તેમજ હોમ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. સાથે જ તેઓ અમદાવાદ શહેરમાં DCP તરીકે પણ ફરજ નિભાવી ચુક્યા છે.

4 ઝોનના DCP
4 ઝોનના DCP

ઝોન 2 DCP : અમદાવાદનાં અલગ અલગ 7 ઝોનમાંથી 4 ઝોનના DCP બદલી અન્ય જિલ્લાઓમાં કરવામાં આવી છે. ઝોન 2 DCP જયદિપસિંહ ડી. જાડેજાની બદલી મહિસાગર SP તરીકે કરવામાં આવી છે. તેઓની જગ્યાએ ઝોન 2 DCP તરીકે શ્રીપાલ શેરમાને મુકવામાં આવ્યા છે. તેઓ બનાસકાંઠામાં SRPF ગૃપ 3 માં કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને વર્ષ 2018 ની બેચના IPS છે. તેઓએ B.Tech (ઈલેક્ટ્રીકલ)(એન.આઈ.ટી) જયપુરથી કર્યું છે.

ઝોન 3 DCP : સુશીલકુમાર અગ્રવાલની બદલી નવસારી SP તરીકે કરવામાં આવી છે. તેઓની જગ્યાએ SRPF GROUP 15 મહેસાણામાં કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતા વિશાખા ડબરાલની બદલી થઈ છે. વિશાખા ડબરાલ વર્ષ 2018ની બેચના IPS છે. તેઓ મૂળ ઉત્તરાખંડના વતની છે અને BA સુધીનો અભ્યાસ કર્યો છે.

ઝોન 6 DCP : ઝોન 6 DCP એ.એમ મુનિયાની SRPF GROUP 6 માં ગોધરા ખાતે કમાન્ડન્ટ તરીકે બદલી થઈ છે. તેઓની જગ્યાએ પોરબંદર SP રવિ મોહન સૈનીની બદલી થઈ છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને વર્ષ 2014 ની બેચના IPS છે. તેઓએ રાજસ્થાનમાં MBBS કર્યું છે.

ઝોન 7 DCP : ઝોન 7 DCP ભગીરથસિંગ યુ. જાડેજાની બદલી પોરબંદર SP તરીકે કરવામાં આવી છે. તેઓની જગ્યાએ ગાંધીનગર SP તરુણકુમાર દુગ્ગલની બદલી થઈ છે. તરુણ કુમાર દુગ્ગલ વર્ષ 2011 ની બેચના IPS છે. તેઓ સુરતના રહેવાસી છે અને B.sc, MA સુધી અભ્યાસ કર્યો છે.

બદલી પ્રક્રિયા : અમદાવાદનાં અન્ય IPS અધિકારીઓની બદલીની વાત કરવામાં આવે તો E ડિવીઝન ACP અતુલકુમાર બંસલની SRPF GROUP 7 ખેડામાં બદલી કરવામાં આવી છે. પોલીસ હેડ ક્વાર્ટરના DCP તરીકે રાજકોટ જેલ SP બન્નો જોશી (SPS)ની બદલી થઈ છે. સુત્રો અનુસાર હજુ પણ અમુક IPS અધિકારીઓની બદલીઓ કરવાની બાકી છે. પરંતુ તે બદલીઓ દિવાળી આસપાસ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

  1. Ahmedabad Police: ટ્રાફિક રૂલ્સ તોડ્યા તો ગયા સમજો, આ રૂટ પર રહેશે ચેકિંગનો ધમધમાટ
  2. Iskcon Bridge Accident : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની તપાસ પૂર્ણ, 5 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.