અમદાવાદઃ ગુજરાતીઓએ સાવધાન થવાની જરૂર છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં ધીમા પગલે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બુધવારે ગુજરાતમાં કુલ નવા 247 પોઝિટિવ કેસ આવ્યા છે. એકલા અમદાવાદમાં જ સૌથી વધુ 124 કેસ નોંધાયા છે. અમદાવાદ- ગુજરાત માટે એલર્ટ રહેવાના સમાચાર છે. આજે 22 માર્ચ, 2023ને બુધવારે ગુજરાતમાં કુલ 248 કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે.
આ પણ વાંચોઃ PM Modi Meeting : કોરોનાની સ્થિતિને લઈને PM મોદીએ દેશવાસીઓને માસ્ક પહેરવાની અપીલ કરી
અમદાવાદમાં સૌથી વધુઃ જેમાં અમદાવાદ એક જ દિવસમાં 124 કેસ પોઝિટિવ આવ્યા છે. અમરેલીમાં 19, મોરબીમાં 17, સુરતમાં 23, રાજકોટમાં 24, મહેસાણામાં 12 અને વડોદરામાં 9 કેસ નવા નોંધાયા છે. 6 દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં હાલ કુલ 1064 કેસ એક્ટિવ છે. જેમાંથી 6 દર્દી વેન્ટિલેટર પર છે. 1058 કેસ સ્ટેબલ છે. 98 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 550 વ્યક્તિઓને વેક્સિન અપાઈ છે.
ત્રણ ઋતુનો અનુભવઃ ગુજરાતમાં હાલ ત્રેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. માર્ચ એન્ડિંગ ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. બપોરે ભારે ગરમી, વાતાવરણ પલટાને કારણે છેલ્લા પાંચ દિવસથી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આમ હવામાન ચેન્જને કારણે શરદી, ઉઘરસ, તાવના વાઈરલ ફિવરના કેસ પણ નોંધપાત્ર વધ્યા છે. તેમાંથી કોરોનાનો ટેસ્ટ કરાવનાર પોઝિટિવ આવે છે, તેવી શક્યતા રહેલી છે.
આ પણ વાંચોઃ Unseasonal Rain: ભરઉનાળે રાજકોટના રસ્તા થયા પાણીપાણી, એક કલાકમાં સવા ઈંચ વરસાદ
માસ્ક ફરજિયાતઃ જો કે અગ્રણી ડૉકટરોના કહેવા પ્રમાણે હાલ કોરોનાનો વાયરસ નબળો પડી ગયો છે. જે આઈસોલેશનમાં રહેવાથી અને કોરોનાની સારવાર લેવાથી ઝડપથી સાજા થઈ જવાય છે. જો કે શરદી ઉઘરસ તાવ જેવા લક્ષણો હોય ડોકટરને બતાવી દેવું જોઈએ, જાતે દવા કે ગોળી લેવી નહી. ડૉકટર કહે તો કોરોના ટેસ્ટ પણ કરાવી લેવો જોઈએ. શરદી ઉઘરસ અને તાવ હોય તો માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ.
પ્રિકોશન ડોઝઃ કોરોનાના કેસ વધી રહ્યા છે. જેથી સરકાર પણ અપીલ કરી રહી છે કે, પ્રિકોશન ડોઝ ન લીધો હોત તેમણે પ્રિકોશન ડોઝ લઈ લેવો જોઈએ. તેમજ કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ પણ જેણે ન લીધો હોય તેમણે લઈ લેવો જોઈએ. તકેદારી રાખીશું તો કોરોના જતો રહેશે. પીએમ મોદીએ બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી, અને કોરાનાની છેલ્લી સ્થિતિ અઁગે સમીક્ષા કરી હતી. કોરોના કેસ વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. અને સરકાર તે બાબતે તૈયાર થઈ રહી છે.