ETV Bharat / state

અમદાવાદ: મેઘરાજાને ખમૈયા કરવા નવચંડી યજ્ઞનું આયોજન કરાયું

author img

By

Published : Aug 31, 2020, 10:41 PM IST

રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જે બાદ રાજ્યમાં નદીઓ અને વિવિધ ડેમ ઓવરફ્લો થયા છે. રાજ્યમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપના કારણે અનેક જિલ્લાઓમાં તારાજી સર્જાઇ હતી. ત્યારે હવે મેઘરાજાના ખમૈયા માટે અમદાવાદના વટવા વિસ્તારમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

navchandi
મેઘરાજાને ખમૈયા કરવા નવચંડી યજ્ઞનું આયોજન કરાયું

અમદાવાદ: રાજયભરમાં અવિરત વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં મેઘ કહેર થઇ છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં ખેડૂતોને નુકસાન થયું છે. ત્યારે હવે અમદાવાદના વટવા વિસ્તારમાં વરુણદેવને રીઝવવા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યું હતું.

નવચંડી યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ અર્પણ કરી વરુણ દેવની ખમૈયા કરવામાં આવી હતી. રાજયમાં જગતનો તાતને અતિવૃષ્ટિથી બચાવવા અને જગતના કલ્યાણ થાય તે માટે 11 જેટલા ભૂદેવો દ્વારા વરુણ દેવને આજીજી પૂર્વક સ્તુતિ કરીને પ્રાથના સાથે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાજ્યમાં 100 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો છે. જો કે, હવામાન વિભાગે રાજ્યમાં હજી પણ આગામી બે દિવસ સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.