- કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સંભાળી શકતી નથી : નરહરિ અમીન
- આ જીત સરકારના કાર્યો અને જનતાના વિશ્વાસની છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
- ભાજપના કાર્યકરોની સખત મહેનતની આ જીત : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
અમદાવાદ : બિહાર વિધાનસભાના ચૂંટણી પરિણામોની સાથે સમગ્ર ભારતમાં જુદા-જુદા રાજ્યોમાં પેટા ચૂંટણીના પરિણામ પણ જાહેર થયા છે. જેમાં રાજ્યની તમામ આઠેય વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જેમાં એક્ઝિટ પોલ અને રાજકીય તજજ્ઞોની આગાહીઓથી વિપરિત ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવી છે.
સરકારના કાર્યોને લોકો સુધી પહોંચાડવામાં કાર્યકરો સફળ રહ્યા
પ્રાથમિક વલણોમાં જ ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે. તેવું જણાતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાજકીય આગેવાનો આવી પહોંચ્યા હતા. સાંસદ નરહરિ અમીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યોની આ જીત છે. કોંગ્રેસ હવે ફરી બેઠી થઇ શકે તેમ નથી.
કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને પણ સાચવી શકતી નથી
કોંગ્રેસની અંદર જ એટલી ખેંચતાણ છે કે, કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને પણ સાચવી શકતી નથી. જ્યારે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિનમ્રતાથી જણાવ્યું હતું કે, સરકારના કાર્યોને લોકો સુધી પહોંચાડવામાં કાર્યકરો સફળ રહ્યા છે.
હાર્દિક પટેલને લોકોએ નકારી દીધા
ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીના પરિણામો પરથી કોંગ્રેસના ગુજરાતના શીર્ષસ્થ નેતૃત્વ પર પ્રશ્નો ઊભા થયા છે. જ્યારે હાર્દિક પટેલને લોકોએ નકારી દીધા છે.