વસ્ત્રાપુર તળાવની સુંદરતાની સાથે બીજું વરવું રૂપ પણ સામે આવ્યું છે. તળાવના નવીનીકરણ પછી યોગ્ય અને નિયમિત સાફ-સફાઈના અભાવે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે.. તળાવની ચારે તરફ મચ્છરોના ઝુંડ જોવા મળ્યા હતા. હાલમાં અમદાવાદમાં ડેન્ગ્યુ ,મેલેરીયા તેમજ કોંગો ફીવર જેવા રોગો ફેલાઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરોના ત્રાસથી બચવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવે છે કે, રોકચાળો વકરે એની રાહ જોવાઈ રહી છે.
તળાવની આજુબાજુના સ્થાનિક રહીશો દ્વારા પણ મચ્છરોના ઉપદ્રવની સામે રક્ષણ મેળવવા માટે અવારનવાર કોર્પોરેશનમાં જાણ કરવા છતાં પણ તંત્રના બહેરા કાને કોઈ નક્કર પગલાં લેવાય તેવું જોવામાં આવતું નથી.જેના કારણે લોકોની હાલત કફોડી બની છે.