અમદાવાદઃ જિલ્લા કલેક્ટર કે.કે.નિરાલા તથા જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુના નેતૃત્વ હેઠળ 16 હજાર જેટલા કર્મચારીઓ કોરોના સેનાનીઓ તરીકે સતત કાર્યરત છે. રાશનકાર્ડ નહીં ધરાવતા શ્રમિકોને અન્નમબ્રહ્મ યોજના હેઠન આવરી લેવાયા છે. સર્વેની કામગીરી બાદ અમદાવાદ ગ્રામ્યમાં 10,241 અને શહેરી વિસ્તારમાં 1,00,806 લાભાર્થો નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધી અમદાવાદ ગ્રામ્યમાં 10,130 અને શહેરી વિસ્તારમાં 90,651 લાભાર્થીઓને અનાજ વિતરણ કરાયું છે. આ રીતે ગ્રામ્ય વિસ્તારમાં 99% અને શહેરી વિસ્તારમાં 90% જેટલી કામગીરી પુર્ણ કરાઈ છે.
જિલ્લા કલેકટરએ વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધી અમદાવાદ જિલ્લામાં વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક-સેવાભાવી સંગઠનો મળીને કુલ 20,09,404ફૂડ પેકેટ્સ તથા 26,059 રાશન કીટનુંનું વિતરણ થયું છે. સમગ્ર જિલ્લામાં 59 આશ્રયકેન્દ્રો- શેલ્ટરહોમ કાર્યરત કરાયા છે જેમાં 1 હજાર જેટલા લોકોએ આશ્રય મેળવ્યો છે. લોકડાઉન ઉલ્લંઘનના 1281 કિસ્સા સામે આવ્યા છે, 86 વાહન ડિટેઇન કર્યા છે. 714લોકોની અટકાયત કરાઇ છે તથા 481 FIR દાખલ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું. 20,09,404
કલેકટરએ જણાવ્યું કે, જિલ્લા મથકે કાર્યરત કંટ્રોલરૂમમાં ૫૦૯૮ લોકોએ ફોન કરી સમસ્યાનું સમાધાન મેળવ્યું છે. બહુધા રાશન, વાહન વ્યવહાર, દૂધ, કરીયાણુ, દવા, તબીબી જરૂરિયાત, પાણી અને સફાઈને લગતી સમસ્યાઓ માટે નાગરિકોના ફોન આવી રહ્યા છે. શહેરી વિસ્તારમાંથી આવતા ફોન મહાનગરપાલિકાને ડાયવર્ટ કરવામાં આવે છે તેમ તેઓએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 3,86,16,613નું દાન સ્વીકારવામાં આવ્યું છે. સાથેજ તેઓએ જિલ્લાના શ્રેષ્ઠીઓ-મહાનુભવોને ઉદાર હાથે ઉક્ત ફંડમાં ફાળો આપવા અપીલ કરી છે.