અમદાવાદઃ ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં હળવા વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના નહિવત્ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેને કારણે હાલ ક્યાંય વરસાદની આગાહી નથી. પરંતુ રાજ્યમાં વાતાવરણ વાદળછાયું રહેશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક સ્થળે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદ પડી શકે છે.
રેઈન સિસ્ટમ ઈનએક્ટિવઃ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. તો બીજી તરફ રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.ગુજરાતમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને લીધે આગામી અઠવાડિયા દરમિયાન વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.
દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદ પડી શકે છે....અભિમન્યૂ ચૌહાણ (અધિકારી, હવામાન વિભાગ)
દરિયામાં સ્થિર પવન રહેશેઃ ચોમાસાની સીઝન સંદર્ભે હવામાન વિભાગે સાત દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. રાજ્યના અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની શક્યતાઓ કરી છે. છેલ્લા કેટલાક સમય થી વરસાદે વિરામ લીધો છે. ચોમાસાની સીઝનમાં કારણે હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. વધુમાં હવામાન વિભાગે દરિયાકિનારાના વિસ્તારોમાં પવન સ્થિર હોવાને કારણે માછીમારોને કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
હળવા વરસાદની આગાહીઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.