જ્યારે મોદી સરકાર શપથગ્રહણ કરશે તે બાદ 100 દિવસના એજન્ડા પર રિયલ્ટી સેક્ટર ટોપ પર હશે. રિયલ્ટી સેક્ટર માટે નવી ગાઈડલાઈન્સ પણ જાહેર થવાની શક્યતા છે. જેમાં રિયલ્ટી એસ્ટેટ પ્રોજેક્ટસમાં ઝડપ લાવવા માટે ફોક્સ વધારવામાં આવશે. સરકાર દ્વારા ઈન્ડ્રસ્ટ્રીઝ બોડી પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. તેના પર ઈન્ડ્રસ્ટ્રીઝની સાથે નાણા મંત્રાલય બેઠક કરશે અને વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ રિયલ્ટી સેક્ટરમાં તેજી લાવવા માટે પગલા લેવામાં આવશે.
આ ઉપરાંત સરકાર રિયલ્ટી સેક્ટરમાં વધુ રોકાણ આવે તેવા માટે તમામ પ્રયત્નો કરશે. તેમજ રિયલ્ટી સેક્ટરમાં જરૂરી હશે ત્યાં છૂટછાટ પણ આપવામાં આવશે. બેંક અને NBFCમાંથી ફંડિંગ મળી રહે તેના પર ફોકસ કરવામાં આવશે.