અમદાવાદ: આજકાલ સગીર યુવતીઓ ગુમ થવાના સમાચાર સામે આવતા રહેતા હોય છે. સગીર યુવતીઓ સાથે દિવસે ને દિવસે ક્રાઈમ વધતો જતો રહ્યો છે. થોડા સમય પહેલા ગુજરાત હાઇકોર્ટમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી ખોટા લગ્નના ષડયંત્રના નામે સગીરાઓને ગુમ કરીને મોટું કૌભાંડ કરવામાં આવી રહી છે એવા આક્ષેપ સાથેની પિતા દ્વારા તેમની દીકરી ગુમ થઈ જતા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરવામાં આવી હતી.
હેબિયસ કોપર્સમાં ખુલાસો: આ અરજીના મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવતા પિતા દ્વારા કરવામાં આવેલી હેબિયર્સ કોપર્સના અરજીના જવાબમાં ઘણા ચોકાવનારા ખુલાસા સામે આવ્યા છે. હેબિયસ કોપર્સમાં ખૂબ જે ચોકવાનારી વિગતો સામે આવી છે. ગુમ થયેલી દીકરીની તપાસ કરતા દીકરી પુરા 18 વર્ષની પણ નથી અને અત્યારે ગર્ભવતી છે એવી વિગતો સામે આવી છે. દીકરીને શોધવાની કામગીરી તો પૂર્ણ કરવામાં આવી છે પરંતુ તે ગર્ભવતી હોવાનું સામે આવતા હાઈકોર્ટ દ્વારા પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે હાઇકોર્ટ દ્વારા પણ સંજ્ઞાન લેવામાં આવતા હાઇકોર્ટે પોલીસને ટકોર કરી છે કે ,આવા કામમાં પોલીસ ઢીલાશ કરે એ ચલાવી લેવાય નહીં. આ બધી બાબતોને લઈને પોલીસે શું કામગીરી કરી રહી છે ?તેવા સવાલ પણ કરવામાં આવ્યા હતા. જોકે હાઇકોર્ટના આ સવાલ સામે પોલીસ દ્વારા જવાબ રજૂ કરવા માટે સમય માંગવામાં આવ્યો છે.
Chhattisgarh News: રાયપુરમાં 9મા ધોરણની વિદ્યાર્થિનીએ બિલ્ડીંગ પરથી કૂદી કરી આત્મહત્યા
શું છે સમગ્ર મામલો? આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો જે પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરવામાં આવી છે તેમની સગીરવયની દીકરીને એક શખ્સ દ્વારા લગ્નની લાલચ આપીને ભગાવી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે તપાસ કરી હોવા છતાં પણ ક્યાંય પણ દીકરીની ભાળ ન મળતા તેમણે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની પિટિશન ફાઇલ કરવામાં આવી છે. આ પિટિશનમાં તેમણે ખોટા દસ્તાવેજોના આધારે એક મોટું કૌભાંડ કે ષડયંત્ર થઈ રહ્યું હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી.
Bombay high court : છોકરીનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો એ છેડતી નથી - બોમ્બે હાઈકોર્ટે
ગુમ દીકરીઓને રો-રો ફેરીથી સુરત મોકલવામાં આવી: અરજદારે એ પણ જણાવ્યું હતું કે, ગુમ થયેલી દીકરીઓને રો-રો ફેરી મારફતે સુરત મોકલવામાં આવી રહી છે. જે પણ દીકરીઓ ગુમ થઈ રહી છે તેમની પાછળ મોટા કૌભાંડની આશંકા છે. સૌરાષ્ટ્રમાંથી દીકરીઓ દિવસેને દિવસે ગુમ થઈ રહી છે તેમજ દીકરીઓને ગુમ કરતા લોકો સામે પગલાં લેવા હાઇકોર્ટમાં માંગ કરાઇ છે. ચીફ ઓફિસર તલાટી અન્ય અધિકારીઓની સાઠગાંઠમાં આ કૌભાંડ ચાલતું હોવાને પણ આક્ષેપ છે. દીકરીના પિતાએ જે હેબિયસ કોપર્સ અરજી કરી હતી તેમાં આ પ્રકારનો ખુલાસો થયો હતો. આ સમગ્ર મામલે મહત્વનું છે કે હાઇકોર્ટ દ્વારા પોલીસને આ સમગ્ર મામલે તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે અને જવાબ રજૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ કેસની વધુ ચલાવણી આગામી સપ્તાહમાં હાથ ધરવામાં આવશે.