અમદાવાદ: રાજ્યમાં સવારે અને રાતના સમયે ઠંડક અને બપોરે લોકો થોડી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વખતે ઠંડીનો પારો એટલો નીચે નથી ગયો. પરંતુ ડિસેમ્બરના અંત સુધી ઠંડી જમાવટ કરશે. પરંતુ હાલ વાતાવરણમાં કોઈ મોટા ફેરફાર ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. માવઠાની કોઈ શક્યતા કરવામાં આવી નથી. જોકે તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. આ વધારાનું મુખ્ય કારણ વાતાવરણમાં ભેજ અને વાદળો છવાયા હોવાથી તાપમાન ઊંચકાશે. અમદાવાદમાં 15.8 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. તો નલિયામાં સૌથી વધુ 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ઠંડી નહિ વધે: મોટે ભાગે ડિસેમ્બરમાં ઠંડીનો પારો નીચે જતાં કડકડતી ઠંડી જોવા મળે છે. પરંતુ આ વખતે દર વર્ષની જેમ ઠંડી નથી. ત્યારે હવે હવામાન વિભાગે ફરી વાર આવનારા સપ્તાહને લઈને કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. વાતાવરણમાં ભેજ અને વાદળો છવાયેલા હોવાથી ઠંડીનું પ્રમાણ નહિ વધે.
આજે ક્યાં કેટલું તાપમાન નોંધાયું ? | |
---|---|
શહેર | તાપમાન |
અમદાવાદ | 17.4 ડિગ્રી |
વડોદરા | 17.8 ડિગ્રી |
સુરત | 21.8 |
રાજકોટ | 16.6 |
દ્વારકા | 19 ડિગ્રી |
ભૂજ | 15.8 |
ડિસા | 14.6 |
વેરાવળ | 20.2 ડિગ્રી |
નલિયા | 10.5 ડિગ્રી |
ગાંધીનગર | 15 ડિગ્રી |