અમદાવાદ: ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, રાજ્યમાં સાયક્લોનિક સરક્યૂલેશન સક્રિય થયું છે. જેના પગલે આગામી 3થી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય આજે રવિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે છે.
- હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
- અમદાવાદ અને ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે
- અમદાવાદીઓને અસહ્ય ઉકળાટમાંથી મળશે રાહત
જો કે, રાજ્યમાં વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો, છેલ્લા 24 કલાકમાં 98 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના કોડિનારમાં 6 ઈંચ વરસ્યો છે. આ સિવાય લખતર, જાફરાબાદમાં સાડા ત્રણ ઈંચ, વ્યારા, બાબરા, તલાલા અને ડભોઈમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.