ETV Bharat / state

24 કલાક બાદ ઠંડીનો પારો ગગડશે, જાણો આગામી પાંચ દિવસનું હવામાન... - Gujarati

રાજ્યમાં હાલ શિયાળાની ઠંડી જામી છે. રાજ્યમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તો ક્યાંક ખુલ્લું આકાશ જોવા મળી રહ્યું છે. ત્યારે આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને હાલ કોઈ વરસાદની આગાહી નથી.

જાણો આગામી પાંચ દિવસનું હવામાન...
જાણો આગામી પાંચ દિવસનું હવામાન...
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 13, 2023, 4:26 PM IST

જાણો આગામી પાંચ દિવસનું હવામાન...

અમદાવાદ: ડિસેમ્બર શરૂ થતાંની સાથે જ શિયાળો તેનો મિજાજ બતાવી રહ્યો છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ માવઠું થતાં અનેક જિલ્લાઓને વરસાદે ધમરોળ્યા બાદ ઠંડીનું પ્રમાણ પણ વધ્યું હતું. જે હવે સ્થિર થતાં વાતાવરણ હાલ ઠંડુ જોવા મળી રહ્યું છે. વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે ક્યાંક ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, શિયાળાની શરૂઆત સાથે જ ઠંડીનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે. પરંતુ હાલ આકાશમાં વાદળો ઓછા થતાં ઠંડીનું જોર ઘટયું છે અને વહેલી સવારે અને રાત્રે દરમ્યાન ઠંડી વધી છે પરંતુ આવનારા સમયમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહિ મળે.

નલિયામાં સૌથી ઓછું તાપમાન: હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક દરમ્યાન ઠંડીનો પારો થોડા ઘણા અંશે ઘટી શકે છે. ત્યારે હાલ રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. હાલ અમદાવાદમાં પણ તાપમાન ઓછું નોંધાયું છે અને સવાર તેમજ રાત્રે ઠંડીનું અસર વધી રહી છે. પરંતુ 24 કલાક બાદ પારો નીચે જવાની શક્યતા છે. જો કે હવે આવનારા સમયમાં ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ડિસેમ્બરના અંત સુધી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. જ્યારે હાલ ઠંડીનું પ્રમાણ સામાન્ય છે અને આવનારા દિવસોમાં ઠંડીનો પારો વધુ નહિ ગગડે. જોકે રાજ્યમાં હાલ કેટલાક જિલ્લાઓને બાદ કરતાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને ઠંડી પણ હાલ યથાવત રહેશે.

  1. રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, વાતાવરણ સામાન્ય રહેવાની સંભાવના
  2. રાજ્યમાં હાલ માવઠાની કોઈ શક્યતા નહિ, સૂકું વાતાવરણ રહેશે - હવામાન વિભાગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.