ETV Bharat / state

કુપોષણ મુક્ત ગુજરાત બનાવવા માટે NHRC સ્પેશિયલ મોનિટરે યોજી બેઠક - NHRC Special Monitor

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનિટર ડૉ. જયશ્રી ગુપ્તાએ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લીધી હતી. અમદાવાદમાં તેમને બેઠક યોજીને કુપોષણ મુક્ત ગુજરાત બનાવવા માટે વિવિધ વિભાગો સાથે ચર્ચા કરી હતી.

NHRC સ્પેશિયલ મોનિટર
NHRC સ્પેશિયલ મોનિટર
author img

By

Published : Mar 9, 2021, 9:07 PM IST

  • NHRCના સ્પેશિયલ મોનિટરે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લીધી
  • જયશ્રી ગુપ્તાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક કરી
  • મધ્યાહન ભોજન અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે બેઠક
  • ગ્રામ્ય કક્ષાએ કુપોષણ દૂર કરવા કરી ચર્ચા

અમદાવાદ : રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના(NHRC) સ્પેશિયલ મોનિટર ડૉ. જયશ્રી ગુપ્તા અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. ડૉ. જયશ્રી ગુપ્તાએ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજી હતી. જેમાં તેમને અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના ICDS વિભાગ, મધ્યાહન ભોજન યોજના વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે સંવાદ સાધ્યો હતો.

આ પણ વાંચો - 'કુપોષિત ગુજરાત': 31 ડિસેમ્બર 2019 સુધીમાં રાજ્યમાં 2.41 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર

તંદુરસ્ત જીવનશૈલી માટે જાગૃતિ લાવવી

આ બેઠકમાં સરકાર દ્વારા બાળકો અને મહિલાઓ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓની એકમોની સમીક્ષા કરી હતી. જેમાં કુપોષણ મુક્ત ગુજરાત બનાવવું, એનિમિયા દૂર થાય, મહિલા અને કિશોરીઓમાં આરોગ્ય અને તંદુરસ્ત જીવનશૈલી માટેની જાગૃતિ કઈ રીતે લાવવી તથા શહેર અને ગ્રામ્ય કક્ષાએ કુપોષણ દૂર થાય તેવા પ્રયત્નો કરવા જેવા મુદ્દાઓ અંગે સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો - કોવિડ-19ના કારણે 70 લાખ બાળકો ભુખમરો અને કુપોષણના શિકાર બનશે : UN

સરકારની યોજનાઓની કામગીરીની વિગતો મેળવી

જયશ્રીએ ખાસ કરીને બાળકો અને મહિલાઓની સાર-સંભાળ તેમજ કલ્યાણના આશય સાથે અમલમાં મૂકવામાં આવેલી યોજનાઓ અને થઇ રહેલી કામગીરીની તલસ્પર્શી વિગતો મેળવી હતી. આ પ્રસંગે જિલ્લા અધિક નિવાસી કલેક્ટર હર્ષદ વોરા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - ભારતમાં કુપોષણના જુદા જુદા પ્રકારોને કેવી રીતે નાથવા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.