ગુરૂવારે સ્વાતંત્ર પર્વ અને રક્ષાબંધનના પર્વને ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. ત્યારે, ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક સમા પર્વ રક્ષાબંધન માટે બહેનોએ બજારમાં રાખડીઓ ખરીદવા ભીડ ઉમટી છે. આ પર્વ ગરીબ હોય કે શ્રીમંત પરંતુ તમામ બહેનો પોતાના ભાઈને રક્ષા માટે આ દિવસે હાથમાં રાખડી બાંધીને તેની સુરક્ષા થાય અને આયુષ્ય વધે તે માટે પ્રાર્થના કરે છે.
રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે હવે બજારમાં રાખડીની અવનવી વેરાયટી જોવા મળે છે. સમયની સાથે રાખડીઓના સ્વરૂપ બદલાતાં ગયા છે. હાલ બજારમાં અનેક જાતની રાખડીઓ ઉપલ્બ્ધ છે.
અગાઉના સમયમાં ફક્ત ગોટા મળતાં હતા. પરંતુ, આજના સમયે ફેન્સી રાખડીઓનું બજારમાં ધૂમ વેચાણ ચાલી રહ્યું છે. તેમાં પણ આ વર્ષે રક્ષાપર્વની સાથે દેશની આઝાદીનો પર્વ પણ સાથે હોવાથી તે દિવસને અનુરૂપ રાખડીઓનું ચલણ વધ્યું છે. જેમાં ત્રિરંગા રૂપી રાખડીથી લઇ દેશની એકતા દર્શાવતા અને સ્વાતંત્ર્ય પર્વને લગતી રાખડીઓનું વધુ પ્રમાણમાં વેંચાણ થઈ રહ્યું છે.