અમદાવાદ: 29 જાન્યુઆરીના રોજ ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની 1181 જગ્યાની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષાનું પેપર લીર થતાં જ તેને રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે તપાસ દરમિયાન અનેક જગ્યાએથી મુખ્ય આરોપીઓ પકડાયા છે. જેની સરકાર દ્વારા હજુ પણ તપાસ ચાલવામાં આવેલ છે. જેને પગલે કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા મનીષ દોષીએ પણ મુખ્યપ્રધાનને પત્ર લખી અનેક પ્રશ્નોના જવાબ માંગ્યા છે.
ખાનગી પ્રેસની માહિતી લીક કેવી રીતે થઈ: કોંગ્રેસના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું. જે સમગ્ર માહિતી સામે આવી હતી અને અનેક આરોપીઓ પકડાયા. પરંતુ જે પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક થયું તે ખાનગી પ્રિન્ટિંગ પ્રેસ હતી. તો આ ખાનગી પ્રિન્ટિંગ પ્રેસની માહિતી આરોપી સુધી કેવી રીતે પહોંચી તે સામે આવ્યું નથી. આ માહિતી જે તે અધિકારીને હતી તે અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આરોપીઓની ભૂતકાળમાં ગેરરીતિમાં સંડોવણી: વધુમાં તેમણે જણાવ્યું હતું કે જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થવાને કારણે ગુજરાતના 9 લાખથી પણ વધુ યુવાનો માનસિક અને આર્થિક તેમજ શારીરિક મુશ્કેલીનો ભોગ બન્યા છે. સમગ્ર તપાસમાં જે રીતે પોલીસની કામગીરી ચાલી રહી છે. સમગ્ર પેપર લીકકાંડમાં જે લોકોની હાલ આરોપી તરીકે પોલીસે ધરપકડ કરેલ છે. તેમના મોટાભાગના આરોપીઓના ભૂતકાળ ગેરરીતિ અને કૌભાંડમાં સંડાયેલા હોવાનું પણ સામે આવી રહ્યું છે. બોર્ડના સભ્ય રાધિકા કચોરીયા જે ભાજપના પદાધિકારી છે. પેપરલીક ઘટના બાદ તેઓ જણાવે છે કે સમગ્ર પરીક્ષાની કામગીરી આઉટસ એજન્સીને આપેલ છે. જે અંગે બોર્ડને જાણમાં હોતી નથી અને ખાનગી હોય છે. ત્યારે સૌથી અગત્યની બાબત તો આ અંગે રાજ્ય સરકાર મૌન છે. જે ચિંતાજનક કહી શકાય તેવા આક્ષેપો પણ કર્યા હતા.
આ પણ વાંચો: Congress Protest: પરીક્ષા લઈ શકે એવો એક પણ અધિકારી સરકાર પાસે નથી, પેપર લીક મામલે કૉંગ્રેસનો વિરોધ
CMને પત્ર લખી માંગ્યા જવાબ: ડૉ.મનીષ દોશીએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખી આ પ્રશ્નોના જવાબ માંગ્યા હતા. તેમણે પ્રશ્નોમાં જણાવ્યું હતું કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર પ્રિન્ટિંગ અંગે બોર્ડના કયા પદાધિકારી અધિકારીઓને નિર્ણય કર્યો હતો.? શું તે અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવી અને પોલીસે તે અંગે પૂછપરછ કરી છે કે નહીં.? પ્રિન્ટિંગ પ્રેસ પસંદ કરી તેને જુનિયર ક્લાર્કના પેપરની છપામણીનો કોન્ટ્રાક્ટ અંગે ખાનગી બાબતો હોય તો પછી પ્રિન્ટિંગ કરનારની માહિતી આપનાર કોણ હતું તે કોઈ મોટા અધિકારી કે કર્મચારી કે અન્ય કોઈ? ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ખાનગી કામો માટે એજન્સીને જવાબદારી શું છે..? તેની સામે કયા પગલાં ભરાયા.. ? ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તેના કાયદા મુજબ સંપૂર્ણ સરકારી બોર્ડ છે તો પછી તેની ગુપ્ત અને ખાનગી કામગીરી આઉટસોસ એજન્સી સોપવાનું નિર્ણય કોનો હતો.? આ વિવિધ પ્રશ્નો ગુજરાત સરકારના મુખ્યપ્રધાનને લખવામાં આવ્યા છે.