અમદાવાદ: કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને શુક્રવારે મેથોડિસ્ટ ચર્ચ રાયખડ ખાતે ગુડફ્રાઇડે નિમિત્તે ફેસબુક લાઈવ દ્વારા સ્પેશ્યલ ભક્તિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 2020 વર્ષમાં પહેલા આજના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તએ વધસ્તંભ પર પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું.
તેમણે મૃત્યું પામતા પહેલા રોટલી અને દ્રાક્ષારસ તેમના શિષ્યોને આપ્યો હતો. પ્રભુ ઈસુની યાદગીરીને લઈને દરેક ખ્રિસ્તી લોકો ગુડ ફ્રાઈડેના રોજ આ રોટલી અને દ્રાક્ષારસ, જેને પ્રભુ ભોજન કહે છે.તેન સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરે છે.