આ ભગીરથ કાર્યને વર્લ્ડ રોકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા સંસ્થાને તેમજ સર્વ કર્મચારીગણ અને સર્વે અંતેવાસી લાભાર્થી બાળકોને વિશિષ્ટ કાર્ય અંગેનો એવોર્ડ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ પાવનભાઈ સોલંકી દ્વારા આપવામાં આવ્યો હતો. સર્ટિફિકેટ, ગોલ્ડ મેડલ અને સિલ્ડ આપી દરેક બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ, બાળકો, સંસ્થાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ પાવનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, એવું સૌપ્રથમ વખત બન્યું હતું. આ નોંધનીય અને ઉત્તમ કાર્યને સન્માનિત કરવું ગર્વની બાબત છે. આવનારા સમયમાં પણ આવા કર્યો થતા રહે એવી અમે આશા રાખીએ છીએ.
"પ્રકાશ" મંદબુદ્ધિના બાળકોની નિવાસી તથા તાલીમી શાળાના વિનોદભાઈ સોનીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા છેલ્લા 40 વર્ષથી કાર્યરત છે અને આવનારા સમયમાં આવા વિશેષ કર્યો અમે કરતા રહીશું અને બાળકોને વધુ સારા કાર્ય કરવા માટે પ્રેરિત કરતા રહીશું.