ETV Bharat / state

જાણો, અમદાવાદમાં ટ્રમ્પ અને મોદીના આગમનને લઈને કેવો હશે પોલીસ બંદોબસ્ત - ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે છે, ત્યારે અમદાવાદમાં પણ ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાજર રહેશે. આ બંને મહાનુભાવોના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે પોલીસ દ્વારા તેનો ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

જાણો,  ટ્રમ્પ અને મોદીના આગમનને લઈને કેવો હશે પોલીસ બંદોબસ્ત

author img

By

Published : Feb 15, 2020, 3:28 PM IST

અમદાવાદ : ટ્રમ્પના આગમનને લઈને તૈયારીમાં શહેર પોલીસ પણ સક્રિય થઇ છે અને ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. જે મુજબ અમદાવાદની મુલાકાત દરમિયાન પોલીસ વિભાગના 25 IPS અધિકારી, 65 ACP, 200 PI, 800 PSI અને 10,000 પોલીસ જવાનો ખડેપગે હાજર રહેશે. જે તમામ પોલીસ કર્મીઓ અમદાવાદ એરપોર્ટથી લઈને સ્ટેડિયમ સુધી અલગ અલગ લેયરમાં આ સુરક્ષા બંદોબસ્ત રહેશે.

જાણો, ટ્રમ્પ અને મોદીના આગમનને લઈને કેવો હશે પોલીસ બંદોબસ્ત
પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંન્ચ, ATS, IB, SPG કમાન્ડોની ટિમ પણ તૈનાત કરવામાં આવી છે. NSGના એન્ટી સ્નાઇપર એક ટુકડી ખાસ તૈનાત રહેશે. સ્ટેડિયમની અંદર અને બહાર સિક્રેટ એજન્સીની ટિમ હાજર રહેશે. કોઈ પણ શંકાસ્પદ ઈસમ જણાશે તો તેની પૂરેપૂરી તપાસ કરવામાં આવશે. હાલમાં પીનાક સોફ્ટવેર રજીસ્ટ્રેશનને લઈને સમગ રૂટના આસપાસના મકાનોમાં રહેતા ભાડુઆતોનું ચેકીંગ કરવામાં આવશે.પાર્કિંગ માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. જિલ્લા અને તાલુકામાંથી આવતા લોકો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં 1.5 કિમીની ત્રીજયામાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ માટે અલગ-અલગ જિલ્લા પ્રમાણે કોડ પણ આપવામાં આવ્યા છે. કોઈ પણ રુટ પર ટ્રાફિક જામ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ શંકાસ્પદ માહિતી હોય તો તરત પોલીસને જાણ કરવી. પોલીસ દ્વારા પણ સમગ્ર રુટ અને તેના આસપાસના વિસ્તારોમાં ચેકીંગ શરૂ કરીને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બહારના જિલ્લાના અધિકરીઓએ પણ તેમના ત્યાંથી આવતા લોકોનું વેરિફિકેશન કરવું પડશે. આ તકે સમગ્ર અમદાવાદ હાલમાં તો પોલીસ છાવણીમાં ફેરવાયુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.