અમદાવાદ: જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. આ બાબતે પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે. યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અત્યાર સુધી 20મું પેપર લીક થયું છે, આ 156 સીટોનો ભાજપનો ઘમંડ છે.
મેવાણીની માગ: પેપરલીકની ઘટનાને લઈ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને સાથે સીટની રચના કરવાની માગ કરી હતી. તેમને કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અત્યારસુધી આ 20મું પેપર લીક થયું છે. આ 156 સીટોનો ભાજપનો ઘમંડ છે. આ સાથે તેમણે કહ્યું કે, આજે ગુજરાતમાં ફરી એકવાર પરીક્ષાનું પેપર લીક થયું છે. આ ગુજરાતના યુવાઓના ભવિષ્ય સાથે ખિલવાડ છે. આ સાથે કહ્યું કે, હું માંગ કરું છું કે, આ મામલે એક SIT નું ગઠન કરવામાં આવે અને નીલિપ્ત રાય જેવા અધિકારીઓની અધ્યક્ષતામાં આ મામલે તપાસ કરવામાં આવે.
આ પણ વાંચો Junior Clerk Paper Leak Case: પેપર લીક મામલે પરીક્ષાર્થીઓમાં આક્રોશ, ATS એ 15 શકમંદોની કરી ધરપકડ
-
ફરી એક વખત વર્ગ 3 ની પરીક્ષાના પેપર ફુટવાના સમાચારથી દુઃખી છું . આજે વિવિધ કેન્દ્રો પર 9.53 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા. પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે. સરકાર જવબદારી સ્વીકારે , યુવાનોની માફી માંગે , નુકસાનનું વળતર આપે.
— Jagdish Thakor (@jagdishthakormp) January 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ફરી એક વખત વર્ગ 3 ની પરીક્ષાના પેપર ફુટવાના સમાચારથી દુઃખી છું . આજે વિવિધ કેન્દ્રો પર 9.53 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા. પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે. સરકાર જવબદારી સ્વીકારે , યુવાનોની માફી માંગે , નુકસાનનું વળતર આપે.
— Jagdish Thakor (@jagdishthakormp) January 29, 2023ફરી એક વખત વર્ગ 3 ની પરીક્ષાના પેપર ફુટવાના સમાચારથી દુઃખી છું . આજે વિવિધ કેન્દ્રો પર 9.53 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા. પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે. સરકાર જવબદારી સ્વીકારે , યુવાનોની માફી માંગે , નુકસાનનું વળતર આપે.
— Jagdish Thakor (@jagdishthakormp) January 29, 2023
સરકાર જવબદારી સ્વીકારે, યુવાનોની માફી માંગે: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પેપર લીક મામલે જણાવ્યું હતું કે ફરી એક વખત વર્ગ 3 ની પરીક્ષાના પેપર ફુટવાના સમાચારથી દુઃખી છું . આજે વિવિધ કેન્દ્રો પર 9.53 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા. પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે. સરકાર જવબદારી સ્વીકારે, યુવાનોની માફી માંગે, નુકસાનનું વળતર આપે.
આ પણ વાંચો GPSSB Junior Clerk Paper Leaked: જુનિયર ક્લાર્કના પેપર લીક મામલે વિપક્ષના આકરા પ્રહાર
આ પેપર નથી ફૂટ્યું પરંતુ ગુજરાતના લોકોનું ભવિષ્ય ફૂટ્યું: કોંગ્રેસ નેતા લલિત વસોયાએ પણ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ પેપર નથી ફૂટ્યું પરંતુ ગુજરાતના લોકોનું ભવિષ્ય ફૂટ્યું છે. ગુજરાત સરકારે પેપર લીક કૌભાંડ મામલે એક કમિટીની રચના કરી છે પરંતુ તે રિપોર્ટ ક્યારે આવશે તે મોટો સવાલ છે. અત્યાર સુધીમાં જેટલા પણ લોકોનું નામ પેપર લીક કૌભાંડમાં સામે આવ્યું છે તેઓની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.