- કોર્ટમાં તમામ સુનાવણી પૂર્ણ ચુકાદો અનામત
- સીટી સિવિલ કોર્ટના પરિસરની બહાર આરપી પર હુમલો
- આરોપી મનીષ બલાઈને પર અગાઉ પણ કોર્ટમાં રિમાન્ડ દરમિયાન હુમલો થયો હતો
અમદાવાદ: વર્ષ 2016માં નાર્કોટિક્સ કેસમાં કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાને પાઇવ વડે હત્યા કરી ભાગી જનારા આરોપી મનીષ બલાઈના મામલે આજે અમદાવાદની સેસન્સ કોર્ટમાં સુનાવણી થઇ હતી. જો કે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો અને આ મામલે 22 જુલાઈએ ઓર્ડર આપી શકે છે. બીજી તરફ કોર્ટની સુનાવણી પુરી થતા લોકોએ મનીષને મારવા ધામાં બોલાવ્યા હતા. જો કે, પોલીસે તેને સુરક્ષિત બચાવી જીપમાં બેસાડ્યો હતો.
આ પણ વાંચો: હાથરસ કેસ મામલે કોર્ટમાં સુનાવણી, જુઓ લખનઉ કોર્ટ બહારથી લાઈવ
આજે કોર્ટમાં સાક્ષી અને કેસ મામલે દસ્તાવેજ રજૂ કરાયા
આજે કોર્ટમાં સાક્ષી અને કેસ મામલે દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા. કેસના એડવોકેટ અમિત પટેલે ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 22 મી જુલાઈએ કોર્ટ ચુકાદો આપી શકે છે. બીજી તરફ કોર્ટમાં તમામ સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. જેમ સુનાવણી પૂર્ણ થઇ અને પોલીસે મનીષને પરત લઈને જઈ રહી હતી. ત્યારે સીટી સિવિલ કોર્ટના પરિસરની બહાર લોકોએ મનીષને માર માર્યો હતો. આરોપી મનીષ બલાઈને અગાઉ પણ કોર્ટમાં રિમાન્ડ દરમિયાન માર મરાયો હતો. જો કે બીજી તરફ પોલીસે તેની બચાવ્યો હતો.
આ પણ વાંચો: Live: નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક ભવનનું ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા લોકાર્પણ
શું છે સમગ્ર મામલો ?
વર્ષ 2016માં અમદાવાદના ગાયકવાડના ક્રાઇમ બ્રાન્ચ ખાતે નાર્કોટિક્સ કેસમાં મનીષની ધડપકડ થઇ હતી. જયારે પોલીસ સ્ટેશનમાં ચંદ્રકાન્ત મકવાણાના સિવાય કોઈ ન હતો, ત્યારે અગાવું તપાસમાં આવેલા પોલીસ નિવેદનો મુજબ આરોપી મનીષ બલાઈએ કોન્ટેબલને લોખંડની પાઈપથી માથા અને ચહેરા પર વારંવાર 20-25 વાર માર માર્યો હતો અને કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાને મદદ માટે ચીસો પાડવાની તક પણ આપી ન હતી બાદમાં આરોપી મનીષ બલાઈ નાસી ગયો હતો.