ETV Bharat / state

હાર્દિક પટેલે કોંગ્રેસની ગરીમા જાળવી નથી: જીગ્નેશ મેવાણી - Jignesh Mevani on Hardik Patel resignation

કોંગ્રસેના તમામ હોદ્દા પરથી હાર્દિક પટેલે રાજીનામું(Hardik Patel resignation) ધરી દીધું છે. હાર્દિક પટેલે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જીગ્નેશ મેવાણી કહ્યું હાર્દિક પટેલે કોંગ્રેસની ગરિમા જાળવી નથી. કોંગ્રેસની સરકાર નથી તેમ છતાં લોકોની સમસ્યાનો અવાજ બનીને સામે આવી રહ્યા છીએ.

હાર્દિક પટેલે કોંગ્રેસની ગરીમા જાળવી નથી: જીગ્નેશ મેવાણી

author img

By

Published : May 20, 2022, 7:26 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક(Gujarat Assembly Election 2022) આવી રહી છે. કૉંગ્રેસની સ્થિતિ વધુ કફોડી બની રહી છે. હાર્દિક પટેલે કૉંગ્રેસમાંથી રાજીનામું (Hardik Patel resignation)આપ્યા બાદ જીગ્નેશ મેવાણી કહ્યું હાર્દિક પટેલે કોંગ્રેસની ગરીમા જાળવી નથી. કોંગ્રેસની સરકાર નથી તેમ છતાં લોકોની સમસ્યાનો અવાજ બનીને સામે આવી રહ્યા છીએ. કૉંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી જણાવ્યું હતું કે જ્યારે દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે નેશનલ કોંગ્રેસ પાર્ટીએ અંગ્રેજો(National Congress) સામેની લડતમાં 'ભારત છોડો'નો નારો આપ્યો હતો. જ્યારે હવે ઉદયપુરમાં મળેલી ચિંતન શિબિરમાં કૉંગ્રેસ આગામી સમયમાં 'ભારત જોડો' નારો આપી. આ ભ્રષ્ટ ભાજપ સરકાર સામે આંદોલન કરશે.

ગુજરાત અને આસામમાં મારા પર ખોટા કેસ લગાવ્યા - વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકારે (Bharatiya Janata Party)મારા પર ગુજરાત અને આસામમાં ખોટા કેસ કરીને જેલમાં મોકલ્યો હતો, ત્યારે પણ કૉંગ્રેસ પાર્ટી મારી પાસે આવીને ઊભી રહી હતી. આસામ અને ગુજરાતમાં સરકાર સામે વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી હું કૉંગ્રેસમાં જ છું અને ત્યાંથી એક ઇંચ પણ ખસવાનો નથી.

આ પણ વાંચોઃ કરછમાં દલિતો દ્વારા મંદિરમાં પ્રવેશ મુદ્દે થયેલા હુમલા બાદ જીગ્નેશ મેવાણીનું આંદોલન તરફ આહવાન

ચિકન અને સેન્ડવીચ વિશે બોલવું કેટલુ યોગ્ય - હાર્દિક પટેલે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતાં. રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું કે રાહુલ ગાંધી આવે ત્યારે ગુજરાત કૉંગ્રેસ તેમના માટે ચિકન અને સેન્ડવીચ જ વ્યસ્ત હોય છે. જેના પર જીગ્નેશ મેવાણી કહ્યું હતું કે જે પાર્ટીએ તમને આટલી નાની ઉમરમાં આટલું મોટું પદ આપ્યું હતું. પ્રચાર માટે હેલિકોપ્ટર આપ્યું તેમ છતાં આવા ખોટા નિવેદનો આપવા યોગ્ય નથી.

હાર્દિક કમલમમાં લખાયેલો પત્ર વાચ્યો હતો - જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલ પોતાની પ્રેસ જાણે કમલમ લખાયેલો પત્ર વચતો હોય તેવું લાગી રહ્યું હતું.એક સમયે અદાણી અને અંબાણી વિરોધ બોલતો વ્યક્તિને આજ તેમની સાથે પ્રેમ થઈ ગયો છે.અને ભાજપના નેતા સાથે બંધ બારણે બેસીને પાટીદાર સમાજ પર ના કેસ પાછા ખેંચ્યા છે. પરંતુ હાર્દિકએ ના ભૂલવું જોઇએ કે પાટીદાર અનામત મેળવવા પાટીદાર સમાજના યુવાનોએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે.

આ પણ વાંચોઃ મહેસાણા 2017માં મંજૂરી વગર રેલી અને સભા મામલે ધારાસભ્ય જીગ્નેશ અને NCP નેતા રેશ્મા સહિત 10 ને 3 માસની કેદ અને 1 હજાર દંડની સજા

અન્ય સમાજ પર દાખલ કરવામાં આવેલા કેસ પરત લેવામાં આવે - પાટીદાર સમાજના યુવાનો પર કેસ પરત ખેંચ્યા તે માટે કૉંગ્રેસ પક્ષને આનંદ છે. પરંતુ પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા યુવાનો પર કેસ પરત ખેંચ્યા બાદ સરકારે ઉના કાંડ પર દલિતો પર કરવામાં આવેલા કેસ, પદમાવતી મૂવી વિરોધ દરમિયાન ક્ષત્રિયો પર કરવામાં આવેલા કેસ તેમજ અન્ય સમાજ પર દાખલ કરવામાં આવેલા કેસ પરત લેવામાં આવે તેવી કૉંગ્રેસની માગણી છે. આગામી સમયમાં અન્ય સમાજ પર લગાવવામાં આવેલા કેસ પરત ખેંચવામાં આવે તે માટે 22મેથી વાવથી કૉંગ્રેસ આંદોલન કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.